તિપુરપુરઃ તમિલનાડુના તિપુરપુર નજીક આવેલા ઉથુકુલીના પલ્લાગૌંડેનપલયમ તળાવ પરથી આઠ વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહની ઓળખ ત્રીજા ધોરણમાં ભાણતા પવનેશ તરીકે થઈ હતી. જેના માતાપિતા સુમથી અને થનગરાજ છે. જે એક કંપનીમાં નોકરી કરે છે અને તેનો મોટો ભાઈ વિગ્નેશ ચોથા વર્ગમાં ભણે છે.
પ્રેમીપંખીડાને બાળક જોઈ જતા પ્રેમી યુગલે 8 વર્ષના બાળકની કરી હત્યા - ક્રાઈમ સમાચાર
તમિલનાડુના તિપુરપુર નજીક આવેલા ઉથુકુલીના પલ્લાગૌંડેનપલયમ તળાવ પરથી આઠ વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહની ઓળખ ત્રીજા ધોરણમાં ભાણતા પવનેશ તરીકે થઈ હતી.
ગુરુવારે સાંજથી તે ઘરે પરત ફર્યો ન હતો. જેથી પરિવારે આખા વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ પવનેશ મળ્યો નહોતો, એમ પોલીસે જણાવ્યું હતું. જ્યારે કેટલાક લોકોએ ગળાના ભાગે વાગ્યાના નિશાન સાથે તળાવ નજીક એક બાળકનો મૃતદેહ જોયો હતો. જેથી પોલીસને જાણ કરી હતી, પોલીસે ઘટના સ્થળે દોડી આવી આ અંગે બાળકના માતા-પિતાને જાણ કરી હતી.
21 વર્ષના અજીત અને 17 વર્ષની ગર્લફ્રેન્ડને ખાનગી રીતે જોઈ રહેલા બાળકની હત્યા કરી નાખી. પોલીસે બંનેની ધરપકડ કરી છે. આ પુથુર પલ્લપલયમ તળાવમાં ઘટના બની હતી, પરંતુ કપલે મૃતદેહને પલ્લગૌંડેનપાલયમ તળાવમાં ફેંકી દીધો હતો. હાલ પ્રાથમિક તપાસ ચાલી રહી છે.