લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા જંગી બહુમતીને કારણે વિપક્ષનો વિશ્વાસ ડગમગી ગયો છે. સંસદનું સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે, પરંતુ વિપક્ષ હજુ પણ નરેન્દ્ર મોદીને મળેલી જંગી જીતના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. એટલે વિપક્ષ સદનમાં સત્તા પક્ષનો સામનો કરવા માટે તૈયાર જોવા મળી રહ્યો નથી. મોદી સરકારને તમામ મુદ્દાઓ પર ઘેરવા માટે વિપક્ષ પક્ષની વચ્ચે અત્યાર સુધી કોઈ સમન્વય કરવાનો પ્રયત્ન પણ જોવા મળ્યા નથી. સાથે જ આ દળ તરફથી સત્તાવાર રીતે અત્યાર સુધી કોઈ નિવેદન પણ આપવામાં આવ્યું નથી.
કોંગ્રેસ નેતા પી.એલ.પુનિયાએ કહ્યું કે, હજુ તો સમય છે. વાસ્તવમાં લોકસભામાં 20 જૂનથી જ કામની શરૂઆત થશે. શરૂઆતના ત્રણ દિવસ તો નવ નિયુક્ત સભ્યોને શપથ લેવડાવવામાં અને પ્રશાસનિક કાર્યોને પૂર્ણ કરવામાં લાગી જશે. મને વિશ્વાસ છે કે, લોકસભામાં મોદી સરકારને વિવિધ મુદ્દાઓ પર ઘેરવા માટે વિપક્ષના નેતા એક સ્ટેજ પર આવશે અને આગળની રણનીતિ નક્કી કરશે.
કોંગ્રેસ અધ્યક્ષની ઉપસ્થિતિને લઈને પણ દુવિધાની સ્થિતિ બની ગઈ છે. હજુ સુધી તેનો નિર્ણય થયો નથી કે, લોકસભામાં કોંગ્રસના નેતા કોણ હશે? પી.એલ. પુનિયા કહે છે કે, સદનમાં નેતા પસંદ કરવા માટે હજુ સમય છે. આ કામ આપણી સંસદીય દળના નેતા સોનિયા ગાંધી પૂરી કરશે.
વધુમાં તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે, વિપક્ષ દળના નેતા એકસાથે આવશે અને લોકસભામાં રાષ્ટ્રહિતના મુદ્દાઓને ઉઠાવશે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાસંદ સંજયસિંહનું કહેવું છે કે, AAPની પાસે રાજ્યસભામાં ત્રણ જ્યારે લોકસભામાં એક સભ્ય છે. અમારી પરિસ્થિતિ એનડીએથી નબળી છે, પરંતુ અમે તેને આટલા સરળતાથી તો જવા દેશું નહીં. તેમણે કહ્યું કે, અમે બધા મુદ્દા જેવા કે આર્થિક મંદી, બેરોજગારી, કૃષિ સંકટ અને દેશમાં સૂકાની સ્થિતિને લઈને પ્રશ્નો ઉઠાવીશું.
ઉલ્લેખનીય છે કે, સત્રના પ્રથમ બે દિવસે પ્રોટેમ સ્પીકર વીરેન્દ્ર કુમાર શપથ લેવડાવશે. લોકસભા અધ્યક્ષની ચૂંટણી 19 જૂનના રોજ યોજાશે. અને અગામી દિવસોમાં બંને ગૃહને રાષ્ટ્રપતિ અભિભાષણ આપશે અને બજેટ 5 જૂલાઈના રોજ રજૂ કરવામાં આવશે.