ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓડિશાના કટક પાસે ટ્રેન અકસ્માત, મોટી દુર્ધટના ટળી, 30 લોકો ઘાયલ - express

ઓડિશા: ઓડિશામાં કટકના નરગુંડી રેલ્વે સ્ટેશન પાસે મુંબઇ-ભુવનેશ્વર લોકમાન્ય તિલક એક્સપ્રેસ પટરી પરથી નીચી ઉતરી જતા દુર્ધટના સર્જાઇ હતી. જેમાં 30 લોકો ઘાયલ થયાં હતાં.

કટક પાસે ટ્રેન અકસ્માત, 30 લોકો ઘાયલ
કટક પાસે ટ્રેન અકસ્માત, 30 લોકો ઘાયલ

By

Published : Jan 16, 2020, 9:38 AM IST

નરગુંડી સ્ટેશન પાસે લોકમાન્ય તિલક એક્સપ્રેસ પાટા પરથી નીચે ઉતરી જતા એક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આ ટ્રેન અસ્માતમાં 30 જેટલા લોકો ઘાયલ થયા છે. હાલ ઘટના સ્થળ પર બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

કટક પાસે ટ્રેન અકસ્માત, 30 લોકો ઘાયલ

આ અકસ્માતને પગલે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરતા હજુ સુધી ક્યા કારણોસર અકસ્માત સર્જાયો તેનું સાચુ કારણ જાણવા મળ્યું નથી. આ અકસ્માતમાં ઘાયલ તમામ લોકોને સારવાર અર્થે SCB હોસ્પિટલ કટક ખાતે ખસેડાલ છે. જ્યાં તેમની સારવાર થઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details