આજે લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણ ઉત્તરપ્રદેશની 8 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે, ત્યારે ઉત્તરપ્રદેશના બાગપતમાં જોવા મળ્યુ કે, મતદારોનું સ્વાગત બૈંડ બાજા અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યુ છે. ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બાડૌત શહેરમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મતદાન કરવા આવી રહેલા મતદારોનું ઢોલ-નગારાથી આવકારવામાં આવી રહ્યા છે અને મતદારો પર ફૂલ વરસાદની જોગવાઈ પણ કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી 2019: મતદારોનું ઢોલ-નગારા સાથે સ્વાગત, જુઓ વીડિયો - Gujarati news
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઈ ચુક્યુ છે. આ ખાસ પ્રસંગે લોકતંત્રમાં પોતાની ભાગીદારી બતાવનાર લોકોનું દેશના અલગ-અલગ ખૂણાંઓમાં અલગ અંદાજથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ક્યાંક મતદારોનું સ્વાગત ઢોલ-નગારા વગાડી તો ક્યાંક તેમને ફૂલહાર પહેરાવી કરવામાં આવી રહ્યું છે.
મતદારોનું ઢોલ-નગારા સાથે સ્વાગત, જુઓ વીડિયો
બાગપાતમાં કુલ 13 ઉમેદવાર ચૂંટણી જંગના મૈદાનમાં છે. ભાજપના હાલના સાંસદ સત્યપાલ સિંહને ફરીથી ટિકિટ આપી છે. ત્યાં જ આ ગઢ પર RLDએ જયંત ચૌધરીને મૈદાનમાં ઉતાર્યા છે. અને શિવપાસ સિંહ યાદવની પાર્ટીએ ચૌધરી મોહમ્મદ મોહકમને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.