નવી દિલ્હી: દિલ્હીમાં સૌથી મોટી કોવિડ હોસ્પિટલ લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં કોરોના વોરિયરના રુપમાં સેવા આપી રહેલા ડૉ અસીમ ગુપ્તાનું કોરોનાથી નિધન થયું છે. કોરોના સંક્રમિત થયા બાદ તેમની સારવાર લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં જ ચાલી રહી હતી.
દિલ્હી: LNJP હોસ્પિટલના ડૉકટરનું કોરોના વાઈરસથી નિધન
દિલ્હીના લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલના ડૉકટર અસીમ ગુપ્તાનું કોરોના વાઈરસને કારણે નિધન થયું છે. ડૉકટર અસીમ ગુપ્તા એનેસ્થેશિયા સ્પેશ્યાલિસ્ટ હતા. તેમની ડ્યૂટી LNJP હોસ્પિટલના ICU વોર્ડમાં હતી.
LNJP hospital doctor died
તેમને વધુ સારવાર માટે 9 જૂનના રોજ મેકસ સાકેત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે.