ગુજરાત

gujarat

ETV Bharat / bharat

LIVE: મતદાન અપડેટ માટેે અહીં ક્લીક કરો - tamil nadu

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી બીજા તબક્કા માટે 12 રાજ્યોની 95 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કામાં તમિલનાડુની 38 બેઠક, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 10, ઉત્તર પ્રદેશની 8, અસમ, બિહાર અને ઓડિશાની 5-5, છત્તીસગઢ અને પશ્વિંમ બંગાળની 3-3, જમ્મુ કાશ્મીરની 2 અને મણિપુર અને પુડુચેરીની 1-1 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. આ સાથે ઓડિશા વિધાનસભાની 35 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 97 બેઠકો પર મતદાન થવાનું હતું પરંતુ, તમિલનાડુની વેલ્લોર બેઠક પર મતદારોમાં પૈસા વહેંચવામાં આવ્યા હોવાની શંકાથી ચૂંટણી રદ કરવામાં આવી છે. જ્યારે ત્રિપુરા-પૂર્વ લોકસભા બેઠક પર કાયદો વ્યવસ્થા ઠીક ન હોવાના કારણે ચૂંટણી રદ કરવામાં આવી છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 18, 2019, 8:34 AM IST

Updated : Apr 18, 2019, 7:06 PM IST

  • 5.41 વાગ્યા સુધીનું મતદાન સરેરાશ મતદાન 61.12 ટકા
  • આસામ-73.32 ટકા
  • બિહાર-58.17 ટકા
  • છત્તીસગઢ-68.70 ટકા
  • જમ્મુ કાશ્મીર-43.37 ટકા
  • કાર્ણાટક-61.80 ટકા
  • મહારાષ્ટ્રા-55.37 ટકા
  • મણિપુર-74.69 ટકા
  • ઓડિશા-57.41 ટકા
  • પોંડીચેરી-72.40 ટકા
  • તમિલનાડૂ-61.52 ટકા
  • ઉત્તરપ્રદેશ-58.12 ટકા
  • પશ્ચિમ બંગાળ-75.27 ટકા
  • 4 વાગ્યા સુધીનું મતદાન
  • આસામ-60.89 ટકા
  • બિહાર-47.49 ટકા
  • છત્તીસગઢ-59.83 ટકા
  • જમ્મુ કાશ્મીર-38.61 ટકા
  • કર્ણાટક-49.57 ટકા
  • મહારાષ્ટ્રા-44.87 ટકા
  • મણિપુર-68.94 ટકા
  • ઓડિશા-45.00 ટકા
  • તમિલનાડૂ-51.90 ટકા
  • ઉત્તરપ્રદેશ-50.12 ટકા
  • પશ્ચિમ બંગાળ-65.59 ટકા
  • પોંડિચેરી-58.77 ટકા
  • 3 વાગ્યા સુધીનું મતદાન
  • કર્ણાટક-38.59 ટકા
  • બિહાર-45.86 ટકા
  • છત્તીસગઢ-59.72 ટકા
  • આસામ-60.8 ટકા
  • જમ્મુ કાશ્મીર-38.01 ટકા
  • પશ્ચિમ બંગાળ-65.43 ટકા
  • 1 વાગ્યા સુધી મતદાન
  • UP (8 બેઠક)- 39.1 ટકા
  • બિહાર (5 બેઠક)- 31.23 ટકા
  • ઓડિશા (5 બેઠક)- 33 ટકા
  • કર્ણાટક (14 બેઠક)- 23.85 ટકા
  • મહારાષ્ટ્ર (10 બેઠક)- 21.4 ટકા
  • છત્તીસગઢ (3 બેઠક)- 47.2 ટકા
  • આસામ (5 બેઠક)- 46.42 ટકા
  • પશ્વિમ બંગાળ ( 3 બેઠક) 51.60 ટકા
  • 11 વાગ્યા સુધીનું મતદાન
  • આસામ (5 બેઠક)- 26.39 ટકા
  • ઓડિશા (5 બેઠક)- 18.00 ટકા
  • UP (8 બેઠક)- 24.31 ટકા
  • છત્તીસગઢ (3 બેઠક)- 26.2 ટકા
  • કર્ણાટક (14 બેઠક)-24.00 ટકા
  • બિહાર (5 બેઠક)- 18.97
  • 9 વાગ્યા સુધીનું મતદાન
  • આસામ (5 બેઠક)- 9.5 ટકા
  • જમ્મુ-કાશ્મીરની 2 બેઠક- 0.99 ટકા
  • કર્ણાટક (14 બેઠક)-1.14 ટકા
  • મહારાષ્ટ્ર (10 બેઠક) 0.85
  • મણિપુર (1 બેઠક) 1.78
  • ઓડિશા (5 બેઠક)-2.15 ટકા
  • તમિલનાડુ (38 બેઠક) 0.81 ટકા
  • ત્રિપુરા (1 બેઠક) 0.00 ટકા
  • UP (8 બેઠક)- 3.99 ટકા
  • પશ્વિમ બંગાળ ( 3 બેઠક) 0.55 ટકા
  • છત્તીસગઢ (3 બેઠક) 7.75 ટકા
  • પુડુચેરી- 1.20 ટકા

કેન્દ્રીય પ્રધાન અને બક્સરથી ભાજપના ઉમેદવાર અશ્વિની કુમારે ચૌબેએ ભાગલપુર મતદાન મથકે મતદાન કર્યું

પૂર્વ વડા પ્રધાન અને JDS નેતા એચ.ડી દેવે ગૌડા અને તેમની પત્નિએ કર્ણાટકમાં મતદાન કર્યું

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને ફતેહપુર સિકરી ઉમેદવાર રાજ બબ્બરે રાધા બલભ ઇન્ટર કોલેજના મતદાન મથક પર મતદાન કર્યું

કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ.ડી કુમારસ્વામી, તેમની પત્નિ અનીતા કુમારસ્વામી, તેમનો પુત્ર અને મંડ્યા બઠકથી JDSના ઉમેદવાર નિખિલે મતદાન કર્યું. તેમણે રામનગર મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યાય (NYAY) માટે મતદાન કરવાની અપીલ કરી છે. રાહુલ ટ્વી્ટ કરીને કહ્યું કે, તમે જ્યારે મતદાન કરો ત્યારે યાદ રાખજો કે, તમારું મતદાન ન્યાય માટે હોય. ન્યાય બેરોજગાર યુવાનો માટે છે. સંઘર્ષ કરી રહેલા ખેડૂતો માટે છે. તે નાના વેપારિયો માટે છે નોટબંધીએ જેમનો ધંધો નષ્ટ કરી દીધો છે, તેમના માટે જેમની સાથે ધર્મ અને જાતિના આધારે અત્યાચાર કરવામાં આવ્યો છે.

મણિપુરના મુખ્ય પ્રધાન બીરેન સિંહે ઈમ્ફાલ મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું

પુડુચેરીના મુખ્ય પ્રધાન વી.નારાયણ સ્વામીએ મતદાન કર્યું

રાજ્યપાલ નઝમા હેપતુલ્લાએ મતદાન કર્યું

મતદાનની લાઈનમાં કિરણ બેદી

પુડુચેરીમાં ઉપ રાજ્યપાલ કિરણ બેદીએ મતદાન કરવા માટે લાઈનમાં ઉભા છે.

તમિલનાડુના મુખ્ય પ્રધાન પલાનીસ્વામીએ સેલમના અડાપ્પડી મતદાન મથક પર મતદાન કર્યું

બેંગલૂરુ સેન્ટ્રલના અપક્ષ ઉમેદવાર પ્રકાશ રાજ મતદાન કરવા માટે મતદાન મથકની લાઈનમાં ઉભા છે.

રક્ષા પ્રધાન નિર્મલા સિતારમણ કર્ણાટક પહોચ્યા હતા. જ્યાં તેમણે બેંગ્લૂરુ દક્ષિણ લોકસભા મતવિસ્તારના જયનગર મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.

લોકસભા ચૂંટણી બીજા તબક્કા માટે PM મોદીઓ મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરતા કહ્યું કે, મને આશા છે કે, વધારે યુવાનો મતદાન કેન્દ્રમાં જશે અને મતદાન કરશે.

MNN પાર્ટીના અધ્યક્ષ કમલ હાસન અને તેમની પુત્રી અભિનેત્રી શ્રુતિ હાસન ચેન્નાઈના અલવરપેટ કોર્પોરેશન સ્કૂલમાં મતદાન કેન્દ્રની બહાર મતદાન કરતા જોવા મળ્યા હતા.

પી. ચિદમ્બરમે મતદાન કર્યું હતું. ઉપરાંત ચિદમ્બરમના પરિવારે તમિલનાડુના કરાઈકુડીના શિવગંગા મતદાન મથકે પહોંચ્યા હતા. જ્યાં નલિની ચિદમ્બરમ , કાર્તિ ચિદમ્બરમ અને તેમની પત્ની શ્રીનિધિ રંગરાજને મતદાન કર્યું હતું.

અભિનેતા રજનીકાંતે ચેન્નઈ સેન્ટ્રલ સંસદીય ક્ષેત્રના સ્ટેલા મૈરિસ કોલેજમાં મતદાન કર્યું હતું.

કોંગ્રેસ નેતા સુશીલ કુમાર શિંદેએ પોતાના મતઅધિકારનો ઉપયોગ કર્યો હતો.

Last Updated : Apr 18, 2019, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details