આગ્રાઃ કાનપુર એન્કાઉન્ટરમાં 8 પોલીસકર્મીઓ શહીદ થયા બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ કડક થયા છે. CM યોગીએ બધા જ જિલ્લાના કપ્તાનો અને મોસ્ટ વોન્ટેડ અને હિસ્ટ્રીશીટરની ધરપકડના નિર્દેશ આપ્યા છે, જેના પછી આગ્રા પોલિસ હરકતમાં આવી ગઈ છે. SSP આગ્રા બબલૂ કુમારની વિશેષ રણનીતિ બનાવી છે. SSP પોતે ક્રિમિનલ મોનિટરિંગ યૂનિટની દેખરેખ રાખી રહ્યાં છે. આ યૂનિટના જિલ્લાના 1722 હિસ્ટ્રીહિટર્સની સૂચિ તૈયાર કરી છે. જેની સંભાળ લેવાઈ રહી છે.
કાનપુર એન્કાઉન્ટર બાદ યોગી સરકાર હરકતમાં, આગ્રામાં 1722 હિસ્ટ્રીશીટર્સની સૂચિ તૈયાર - આગ્રા અપડેટ્સ
કાનપુર એન્કાઉન્ટર બાદ આગ્રાની પોલીસ મોસ્ટ વોન્ટેડ અને હિસ્ટ્રીશીટર્સની ઘેરાબંદી કરશે. જિલ્લાના 1722 હિસ્ટ્રીશીટરની યાદી તૈયાર કરવામાં આવી છે. કાનપુર જેવી કોઈ પરિસ્થિતિ ન સર્જાય, તેથી વિશેષ વ્યૂહરચના બનાવવામાં આવી છે.
તમને જણાવી દઈ કે, CM યોગીના દિશા-નિર્દેશ પર સમગ્ર પ્રદેશમાં પોલિસ કપ્તાન જિલ્લાના 10 મોસ્ટ વોન્ટેડ અને ખતરનાક આરોપીઓની સૂચિ બનાવી છે. આગ્રામાં એસએસપી બબલુ કુમારે એસ.ઓ., એસ.એચ.ઓ., સીઓ અને એસ.પી સાથે બેઠક કરી હતી, જેમાં થાનાવર, સર્કલ વોર ઇનામી, મોસ્ટ વોન્ટેડ, હિસ્ટ્રીશીટરની સૂચિ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. ગુનેગાર જેલની બહાર છે, ગુના કરવાની કઇ રીત છે, કયા-કયા વિસ્તારોમાં ગુનાહિત નેટવર્ક છે.
આવા તમામ મુદ્દાઓ પર મોસ્ટ વોન્ટેડની ધરપકડ કરવા માટે એક ઝુંબેશ તૈયાર કરવામાં આવી છે. એસએસપી બબલુ કુમારે માહિતી આપી હતી કે, મોસ્ટ વોન્ટેડ અને હિસ્ટ્રીશીટરની કુંડળી બની ગઈ છે. એસ.ઓ., એસ.એચ.ઓ., સીઓ અને એસ.પી.ની બેઠકમાં મોસ્ટ વોન્ટેડની ધરપકડ ઝડપથી કરવામાં આવે તેવા નિર્દેશો અપાયા છે. આ અભિયાન વધારાના એસપી અને એસપી રેન્ક અધિકારીઓના હાથમાં રહેશે. માહિતી લીક ન થાય, તેથી એક પોલીસ સ્ટેશનની પોલીસ બીજા પોલીસ સ્ટેશનના ગુનેગારો સામે કાર્યવાહી કરશે.