ગુજરાત

gujarat

By

Published : Jul 2, 2020, 1:58 PM IST

ETV Bharat / bharat

બિહારના 3 જિલ્લામાં વીજળી પડતા 6 લોકોના મોત

બિહારમાં ફરી એક વાર વીજળીનો કહેર ટુટી પડ્યો છે. બીજા પૂર્વ અને પશ્ચિમ ચંપારણમાં ઢનકા ગિરમાં 4 લોકોના મોત થયા છે. કુલ 3 જિલ્લામાં વીજળી તુટી પડતા 6 લોકોના મોત થયા છે. તેમની પહેલા પણ એક ડર્ઝન જેટલા લોકો પણ મૃત્યુ પામ્યા હતા. વીજળી પડવાની ઘટનાને લઇને સીએમ નીતીશ કુમારે મૃત્યુ થયેલા લોકો પર શોક વ્યક્ત કર્યો હતો અને મુખ્ય પ્રધાને મૃત્યુ પામેલા લોકોના પરિવારને ચાર-ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી.

બિહારના 3 જિલ્લામાં વીજળી તુટી પડતા 6 લોકોના મોત
બિહારના 3 જિલ્લામાં વીજળી તુટી પડતા 6 લોકોના મોત

બિહારઃ મોતિહારી/બેતિયા/ શિવહર રાજ્યમાં એકવાર ફરી વીજળી ટૂટી પડી છે. 3 જિલ્લામાં વીજળી પડવાથી 6 લોકોના મોત થયા છે. પૂર્વ અને પશ્ચિમ ચંપારણમાં આ ઘટના બની છે.

બિહારમાં ફરી એક વાર વીજળીનો કહેર ટૂટી પડ્યો છે. બીજા પૂર્વ અને પશ્ચિમ ચંપારણમાં ઢનકા ગિરમાં 4 લોકોના મોત થયા છે. પૂર્વ ચંપારણ જિલ્લામાં વીજળી જપેટમાં 3 લોકો આવી જવાથી તેમના મોત થયા છે. બંજરિયા થાણાના અજગરવામાં એક યુવકનુ મોત થયુ છે. આદાપુરના કટગેનવામાં પણ એક યુવકનુ મોત થયુ છે. તેમને લઇને પશ્ચિમ ચંપારણના નરકટિયાગંજમાં વીજળી પડવાથી એકનું મોત થયુ છે. ડમરાપુરા ગાંવમાં આ ઘટના બની હતી.

મૌસમ વિભાગે 2 દિવસ એલર્ટ જાહેર કર્યુ છે. આ સાથે લોકોને સાવચેત રહેવાનું પણ જણાવ્યું છે. પ્રશાસને પણ લોકોને ઘરમા સુરક્ષિત રહેવાની અપીલ કરી છે. આ ઘટના પહેલા પણ વીજળીએ બિહારમાં પણ કહેર મચાવ્યો હતો. એક જ દિવસમાં 150 લોકોના મોત થયા હતા. તેમની પહેલા પણ એક ડર્ઝન જેટલા લોકો પણ મૃત્યુ પામ્યા હતાં. વીજળી પડવાની ઘટનાને લઇને સીએમ નીતીશ કુમારે મૃત્યુ પામેલા લોકો પર શોક વ્યક્ત કર્યો હતો અને મુખ્ય પ્રધાને મૃત્યુ પામેલા લોકોના પરિવારને ચાર-ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details