કુદરતને મળી આઝાદી
એક નવા યુગના મંડાણના આ સમયગાળા દરમિયાન, માનવીના સામાજિક જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. જે રીતે માનવીની ગતિવિધિ અટકી પડી છે અને તેને પગલે પ્રકૃતિ માનવીની મજબૂત અને ઝેરીલી બેડીઓમાંથી આઝાદ થઇ ગઇ છે, તે જોતાં કુદરત ફરી એક વખત બળવાન પુરવાર થઇ છે. આ સમય દરમિયાન તેણે સ્વયંના શુદ્ધિકરણનું કાર્ય હાથ ધર્યું છે. જોકે, પ્રકૃતિ માતાના કોમળ હૃદય જેટલી જ દયાળુ છે. આ સુંદર હૃદયને કારણે જ તે ડરામણી રાત પૂરી થયા બાદ તેજસ્વી આશાઓ સાથેનો ઉજ્જ્વળ સૂર્ય પ્રકાશ લઇને આવે છે!! આકાશમાં તરતાં સુંવાળાં વાદળો વહેલી સવારનું ઝાકળ નીચે વરસાવે છે, તે સમયે રાત્રિનો ગાઢ અંધકાર ચીરીને પરોઢ થાય છે, જે અંકુરને પાંગરવા માટે પ્રોત્સાહિત કરે છે અને ઝાકળને કારણે ભીની થયેલી માટીમાંથી ઊગતા રોપાંને માર્ગ આપે છે. આ પ્રકૃતિ-પ્રેમી કવિઓની એકમાત્ર જવાબદારી આ સુંદર ઘટનાને કાવ્યમાં ઢાળવાની અને કાવ્યાત્મક રીતે સમજાવવાની છે. તે જ રીતે, સ્વપ્નદ્રષ્ટાઓએ યુગો યુગોથી આકાર પામતા આવેલાં આ પરિવર્તનોને સમજવાં પડશે અને તેઓ બદલાતી પેઢીઓ અને તેમના આગવા અવાજની કલ્પના કરવા માટે સક્ષમ છે. બુદ્ધિવિદોએ સામાન્ય જનતાને ભવિષ્યની ગતિવિધિ વિશે યોગ્ય સૂચનાઓ આપવાની અને ત્યારબાદનાં આયોજનો વિશે જાણ કરવાની જરૂર છે. વર્તમાન પરિસ્થિતિમાં, સામાન્ય જનતાને આ સૂચનાઓ પૂરી પાડવી એ માધ્યમોની મુખ્ય જવાબદારી બની ગઇ છે! મહાન કવિ કાલોજીના શબ્દોને યાદ કરીએ, જેમાં તેમણે કહ્યું છે કે, "રાત્રિનો કદી અંત નહીં આવે, અને કદીયે સૂર્યનો ઉદય નહીં થાય, પ્રકાશ નહીં ફેલાય, તેમ વિચારવું એ નિરાશાની ચરમસીમા છે. તે જ રીતે, સૂર્ય પ્રકાશ ઝાંખો થઇને કદી સાંજ કે રાત્રિ ન થવી જોઇએ, તેવું વિચારવું એ લોભની પરાકાષ્ઠા છે!” તો, નિરાશ કે લોભી બન્યા વિના, લોકોને વાસ્તવિક વિશ્વમાં રહેવા દઇને તે મુજબ તેમને આયોજન કરવા દેવાની મીડીયાની જવાબદારી છે. ટેકનિકલ જાણકારીની મદદથી તેમને પ્રકાશ અને માર્ગ બતાવવો જોઇએ. આ રીતે માધ્યમો માનવવીને આગળ લઇ જઇ શકે છે.
એક અગ્રણી ફિઝિશિયને તેમની હોસ્પિટલમાં કોવિડ-19 ન થયો હોય, તેવા દર્દીઓની સંખ્યામાં થયેલા ઘટાડાની સમીક્ષા કરી હતી અને ટિપ્પણી કરી હતી કે, લોકોએ તેમની બિમારી ‘ખરીદવાનું’Aબંધ કરી દીધું છે અને તેઓ હોસ્પિટલોના ચક્કર કાપતા જોવા મળતા નથી, જેને કારણે ડોક્ટરો પાસે કોઇ કામ રહ્યું નથી!! આ ટિપ્પણી સ્વયં હાર અને ખાણી-પીણીની બેપરવા આદતો ધરાવતા અને પોતાના આરોગ્ય બાબતે બિલકુલ ચિંતા ન ધરાવતા હોય, તેવા લોકોની આદતોમાં આવેલા નોંધપાત્ર પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. આપણે ઘરની સાફ સફાઇ કરવામાં, રસોઇ બનાવવામાં અને આરોગ્યપ્રદ ભોજન આરોગવામાં તથા તાજી હવા શ્વાસમાં ભરવામાં ઘણા દિવસો વીતાવ્યા છે. આપણાં જીવનની વ્યસ્તતા પાછળ છૂટી ગઇ છે એક રીતે જોતાં, આપણે આપણા પૂર્વજો જેવું જ જીવન વીતાવી રહ્યાં છીએ!! અને આથી જ આપણે પણ તેમના જેવા જ તંદુરસ્ત થયાં છીએ!! આપણી પાસે રહેલા અઢળકને પ્રતાપે હોય કે પછી કંટાળો દૂર કરવા અને સમય પસાર કરવા માટે થઇને, જે પણ કારણ હોય, પણ આપણામાંથી કેટલાક લોકોએ પ્રાણાયામ જેવાં આસનો સહિતની વિવિધ કસરતો કરવાનું શરૂ કરી દીધું છે. તેના કારણે ફેફસાં મજબૂત અને સાથે જ સમૃદ્ધ થઇ રહ્યાં છે. વળી, શરીરમાં રોગપ્રતિકારક શક્તિનું પ્રમાણ વધી રહ્યું છે!! છેલ્લાં દસ કે પંદર વર્ષોમાં આપણે જે આગ દઝાડતી ગરમીના પ્રકોપનો સામનો કર્યો છે, તેની સરખામણીએ આ વર્ષે આપણને ઊનાળાની ગરમીમાં અમુક અંશે રાહત મળી છે. ડોક્ટરો કહે છે કે, મા પ્રકૃતિની સ્વ-ઉપચારની પ્રક્રિયા સાથે સર્વોચ્ચ સ્તર પર પહોંચેલી આંતરિક શક્તિમાં થયેલા વધારાનું આ પરિણામ છે. આખરે તો, શું આપણે તડકામાંથી પરત ફરવાની સાથે જ ફ્રીજમાંથી સીધું જ ઠંડું પાણી પીવાની આદતને મિસ નથી કરી રહ્યા!