વામપંથી સંગઠનોએ એલાન કર્યું છે કે, તેઓ 19 ડિસેમ્બરના રોજ દેશમાં નાગરિકતા (સંશોધન) બિલ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરશે. સંગઠનોએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વામપંથી દળો આ બિલને ભારતના બંધારણનું ઉલ્લંઘન માને છે.
એક પ્રેસના પ્રકાશન મુજબ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળીને ભારત (માર્ક્સવાદી), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી લિબરેશન, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક અને રિવોલ્યૂશનરી સોશલિસ્ટ પાર્ટીએ વિરોધ પ્રદર્શન કરવાનું નક્કિ કર્યું છે.
સંગઠનોએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે વામપંથી આ બીલને ભારતીય સંવિધાનનું ઉલ્લંધન માને છે અને તેનો ઉદ્દેશ્ય ભારતીય ગણરાજ્યની ધર્મનિરપેક્ષતા લોકતાંત્રિકને નષ્ટ કરવાનો છે.
તેમને વધુમાં કહ્યું કે, આ બીલનો ઉદ્દેશ્ય દેશમાં સાંપ્રદાયિક વિભાજન અને સામાજિક ધ્રુવીકરણને વધારવાનો છે, જે દેશની એકતા અને અખંડતા માટે ખતરનાક છે.
19 ડિસેમ્બરના રોજ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન આયોજન કરવાનું કારણ એ છે કે, 19 ડિસેમ્બરના રોજ રામ પ્રસાદ બિસ્મિલ જેમને સ્વતંત્ર સંગ્રામ દરમ્યાન તેમને "સરફરોશી કી તમન્ના"નો ઉચ્ચાર કર્યો હતો, તે બીજા બે સાથીદારો સાથે ફાંસી આપવામાં આવી હતી.
રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે નાગરિકતા બિલ 2019 કાયદો બની ગયો છે.