ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લેન્ડરનું નામ વિક્રમ રાખવાનું શું છે કારણ, કેવી રીતે કરે છે કામ? સમજીએ આ અહેવાલમાં... - હૈદરાબાદ

હૈદરાબાદઃ ચંદ્રયાન 2ના લેન્ડરનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના પ્રણેતા ડૉ. વિક્રમ સારાભાઈના નામ પર રખાયું છે. પૃથ્વીના 14 દિવસ બરાબર ચંદ્રનો એક દિવસ ગણાય છે. આ એક દિવસના કામ માટે લેન્ડર વિકસાવાયું હતુ.

lander

By

Published : Sep 7, 2019, 8:20 AM IST

વિક્રમની પાસે બેગ્લુંરુની નજીક બયાલુમાં ભારતીય ડીમ સ્પેટસ નેટવર્કની સાથે ઑર્બિટર અને રોવરની સાથે સંવાદ કરવાની ક્ષમતા છે. લેન્ડરને ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ માટે પણ બનાવાયું હતુ. તેનું વજન 1471 કિલોગ્રામ હતુ અને વિદ્યુત ઉત્પાદન ક્ષમતા 650 વૉટ હતી.


ઈસરોના જણાવ્યા મુજબ ત્રણ વૈજ્ઞાનિક ઉપકરણ લગાવ્યા હતા, જે ચંદ્રની સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનું હતુ. જ્યારે રોવર સાથે બે વૈજ્ઞાનિક ઉપકરણ હતા જે ચંદ્રની સપાટી સાથે સંકળાયેલી જાણકારી આપવામાં ઉપયોગી બનતું.

ચંદ્રયાન 2ના લેન્ડરનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના પ્રણેતા ડૉ. વિક્રમ સારાભાઈના નામ પર રખાયું છે.

ABOUT THE AUTHOR

...view details