વડાપ્રધાનનો આ મજાકિયા ડબ સ્મેશ વાળો 17 સેકન્ડનો વીડિયો શનિવારે ટ્વિટર મારફતે લાલુએ શેર કર્યો હતો. તો આ ટ્વિટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં કેપ્શનમાં પણ આપ્યું હતું. જેમાં લખ્યું છે, " મુફ્ત મૈ લે લો 15 લાખ, અચ્છે દીન ઔર જુમલા" જેના સાદી ભાષમાં મતલબ થાય છે કે, મફતમાં 15 લાખ લઇ લો, સારા દિવસો અને ખોટા વાયદા .
ટ્ટિટર પર શેર કરાયેલા આ વીડિયોમાં નરેન્દ્ર મોદીનો અવાજ સાંભળી શકાય છે, જેમા તેઓ કહે છે કે, દરેક ભારતીય નાગરિકને 15-20 લાખ મળશે' આ ઑડિયો પર લાલુ યાદવે લિપ્સીંગ કરતા જોવા મળે છે.
જો કે લાલુ પ્રસાદ યાદવના આ ટ્વિટ અત્યાર સુધીમાં 1600 કોમેન્ટ્સ, 2500 રી-ટ્વિટ અને 12,000 મેળવી ચૂક્યો છે. તો ટ્વિટ પાછળનું મુખ્ય હેતું લોકોને 2014ની લોકસભા દરમિયાન મોદી દ્વારા કરવામાં આવેલા વાયદાઓ યાદ કરાવવાનો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, સારા દિવસો આવશે, અને નાગરિકો આર્થિક રીત સક્ષમ બનશે.
ત્યારથી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન વિપક્ષે એક પણ એવો મોકો નથી છોડ્યો જેમા મોદીને ટોન્ટ ન માર્યા હોય. આ પાછળ મોદી પર આક્ષેપો પણ કરવામાં આવી રહ્યાં છે કે, મોદી દેશના વડાપ્રધાનના પદ પર આવ્યા બાદ પણ પોતાના વાયદોઓ પણ પુરા નથી શક્યા.