ગુજરાત

gujarat

By

Published : Nov 8, 2019, 11:00 AM IST

ETV Bharat / bharat

આજે લાલ કૃષ્ણ અડવાણીનો જન્મદિવસ, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

ન્યૂઝ ડેસ્ક:ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપવડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી શુક્રવારે 92 વર્ષના થયા છે. આ અવસર પર વડાપ્રધાન મોદીએ તેમના જન્મદિવસ પર તેમને યાદ કરતાં તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને ટ્વિટ કરી તેમને એક રાજનેતા અને વિદ્ધવાન ગણાવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે અડવાણીએ ભાજપને મજબૂત બનાવવા માટે દાયકાઓ સુધી કામ કર્યું. તેમણે વધુમાં કહ્યું કે, લાલ કૃષ્ણ અડવાણીજીએ દાયકાઓ સુધી ભાજપને સશક્ત બનાવવા માટે મહેનત કરી છે. જો કેટલાક વર્ષોમાં અમારી પાર્ટી ભારતીય રાજકારણમાં મુખ્ય સ્થાન ધરાવે છે તો આ અડવાણીજી જેવા સ્વાર્થરહિત કાર્યકર્તાઓની દાયકાઓ સુધી કરેલી મહેનતનું પરિણામ છે.

file photo

કેન્દ્રિય ગૃહપ્રધાન રાજનાથ સિંહે પણ અડવાણીને શુભેચ્છા આપી હતી. તેમણે એક ટ્વિટમાં લખ્યું, ભારતની રાજનીતિના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો જન્મદિવસ પર હાર્દિક શુભકામનાઓ. તેમને શરૂઆતથી બીજેપીને ઉછેરીને મોટું કર્યું છે. લાખો પાર્ટી કાર્યકર્તાઓ માટે અડવાણીજી પ્રેરણાસ્ત્રોત છે. ઈશ્વર તેમને સારું સ્વાસ્થ્ય અને દીર્ઘાયુના આર્શીવાદ આપે.

લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ અવિભાજીત ભારતના સિંધ પ્રાંતમાં 8 નવેમ્બર 1927ના રોજ થયો હતો. પિતાનું નામ કૃષ્ણચંદ ડી. અડવાણી અને માતા જ્ઞાની દેવી હતા. પાકિસ્તાનના કરાચીમાં સ્કૂલમાં અભ્યાસ કર્યો અને સિંધની કોલેજમાં પ્રેવશ મેળવ્યો હતો. જ્યારે દેશના ભાગલા પડ્યા તો તેમનો પરિવાર મુંબઇ આવી ગયો. અહીં તેમણે કાયદાની ડિગ્રી લીધી. અડવાણી જ્યારે 14 વર્ષના હતા ત્યારે સંઘ સાથે જોડાઇ ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details