ગુજરાત

gujarat

By

Published : Apr 25, 2020, 7:24 PM IST

ETV Bharat / bharat

માનવતા: પોલીસ કોન્સ્ટેબલે કરી ગર્ભવતી મહિલાની મદદ

અશોક વિહારના વજીરપુર વિસ્તારમાં રહેતી અનુપાએ પોતાના નવજાત બાળકનું નામ અશોક વિહાર પોલીસ સ્ટેશનમાં કામ કરતાં કોન્સ્ટેબલના નામ પરથી રાખ્યું છે.

lady-gives-constable-name-to-her-new-born-baby
માનવતા : પોલીસ કોન્સ્ટેબલે કરી ગર્ભવતી મહિલાની મદદ

નવી દિલ્હી: અશોક વિહારના વજીરપુર વિસ્તારમાં રહેતી અનુપાએ પોતાના નવજાત બાળકનું નામ અશોક વિહાર પોલીસ સ્ટેશનમાં કામ કરતાં કોન્સ્ટેબલના નામ પરથી રાખ્યું છે.

માનવતા : પોલીસ કોન્સ્ટેબલે કરી ગર્ભવતી મહિલાની મદદ

કોન્સ્ટેબલ દયાવીર સિંહે અનુપાના મુશ્કેલ સમયમાં મદદ કરી હતી. અનુપાને સમયસ હોસ્પિટલ પહોંચાડીને તેનો જીવ બચાવ્યો હતો. કોન્સ્ટેબલની મદદ બદલ અનુપાએ પોતોના નવજાત બાળકનું નામ દયાવીર સિંહ રાખ્યું છે.

અનુપા ઔદ્યોગિક ક્ષેત્રના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે. ગુરુવારે રાતે તેને પ્રસવ પીડા થઈ હતી. ઘણાં પ્રયત્નો પછી પણ ગાડી કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા થઈ શકી ન્હોતી. પાડોશી ઈન્દ્રજીત યાદવે SHO આરતી શર્માને કૉલ કરીને મદદ માંગી હતી.

SHO આરતી શર્માએ અનુપાની મદદ માટે દયાવીર સિંહને પોતાની જીપ્સી સાથે મોકલ્યાં. દયાવીરે અનુપાને હિન્દુરાવ હોસ્પિટલમાં દાખલ કરાવી. અનુપાએ એક બાળકને જન્મ આપ્યો. શુક્રવારે ફરીથી અનુપાએ દયાવીરને કોલ કર્યો અને કહ્યું કે કોઈ ગાડી નથી મળી રહી. ફરી દયાવીરે અનુપાની મદદ કરી અને તેને ઘરે પહોંચાડી. દયાવીરના કામથી પ્રભાવિત થઈને અનુપાએ પોતાના બાળકનું નામ દયાવીર રાખ્યું.

ઈટીવી ભારત સાથેની વાતચીતમાં અનુપાએ કહ્યું કે, પોલીસ લોકડાઉન દરમિયાન લોકોને સતત મદદ કરી રહી છે. ખાવા-પીવાથી લઈને હોસ્પિટલ લઈ જવા સુધીની મદદ પોલીસ કરી રહી છે. અનુપાએ ક્હયું કે, તે પોલીસના કારણે જ સહી સલામત પોતાના બાળક સાથે ઘરે છે. જો દયાવીર સિંહ મદદે ના આવ્યા હોત તો સ્થિતિ ચિંતાજનક થઈ શકતી હતી.

ABOUT THE AUTHOR

...view details