કુલભૂષણ જાધવની 3 માર્ચ 2016ના રોજ પાકિસ્તાને ધરપકડ કરી હતી. પાકિસ્તાનનો દાવો છે કે જાધવ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના એજન્ટ છે, જ્યારે તે કાયદાકીય રીતે ઇરાનમાં તેનો વેપાર કરતા હતાં. 25 માર્ચ 2016ના રોજ પાકિસ્તાનના મીડિયા દ્વારા ભારતીય અધિકારીઓને જાધવની ધરપકડ થઇ હોવાની જાણકારી આપી હતી.
જણાવી દઇએ કે ભારતના કુલભૂષણ જાધવ હાલમાં પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાકિસ્તાનનો દાવો છે કે કુલભૂષણ જાધવને પાકિસ્તાની સુરક્ષા બળોએ 3 માર્ચ 2016ના રોજ જાસૂસ અને આતંકવાદ ઠેરવીને બલૂચિસ્તનમાંથી ધરપકડ કરી હતી. જાસૂસીના કેસને લઇને પાકિસ્તાન સ્થિત મિલિટરી કોર્ટે એપ્રિલ 2017માં ફાંસીની સજા આપી હતી. જેના વિરૂદ્ધ મે 2017માં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અપીલ દાખલ કરાઇ હતી.
જાસૂસીના આરોપમાં પાકિસ્તાનમાં કેદ ભારતીય નાગરીક કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર ઇંન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ સુનાવણી કરી રહી છે. પાકિસ્તાને જાધવને એજન્ટ છે અને પાકિસ્તાનમાં તેને ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો જેને લઇને તેને ફાંસીની સજા સંભળાવી હતી. જ્યારે આ મુદ્દાને લઇને ભારતનો પક્ષ છે કે કુલભૂષણ જાધવ નેવીના રિટાયર્ડ ઓફિસર છે અને તેનો ભારત સરકાર સાથે કોઇ સંબંધ નથી. તે ઇરાનમાં તેનો વ્યાપાર કરી રહ્યા હતાં.
બાદમાં પાકિસ્તાને જાધવનો એક કથિત વીડિયો પણ વાઇરલ કર્યો હતો. કેટલાક તજજ્ઞોએ દાવો કર્યો છે કે જાધવ પાસે મજબૂરીમાં આરોપ કબૂલ કરાવેલ છે. ભારતની દલીલો અને વિનંતીની પાકિસ્તાન પર કોઇ પણ પ્રકારની અસર ન પડી અને 10 એપ્રિલ 2017ના રોજ જાધવને જાસૂસીનો ગુનેગાર ગણી પાકિસ્તાનની સૈન્ય કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી.