ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓલમ્પિક V/S કોમનવેલ્થ: લોકસભા ચૂંટણીમાં જોવા મળશે બે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ વચ્ચે જંગ

ન્યૂઝ ડેસ્ક: રમતનું મેદાન છોડી રાજકારણમાં ઉતરેલા ખેલાડીઓ માટે 2019ની લોકસભા ચૂંટણી ઓલમ્પિક કરતા જરા પણ ઉતરતી નથી. આંતરરાષ્ટ્રીય રમતોમાં દેશની શાન વધારતા અનેક ખેલાડીઓ આ વખતે પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. 2004માં રજત પદક વિજેતા રાજ્યવર્ધન સિંહ રાઠોડ 2014માં લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે અને હવે આ વખતે પણ તેમને એક ખેલાડી જ ટક્કર આપવાના છે.

ઓલમ્પિક V/S કોમનવેલ્થ

By

Published : Apr 2, 2019, 3:35 PM IST

રાજ્યવર્ધન સિંહ રોઠોડ રાજસ્થાનની જયપુર ગ્રામીણ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે કોંગ્રેસે 2010માં કોમનવેલ્થ રમતમાં સ્વર્ણ પદક વિજેતા કૃષ્ણા પુનિયા ઉમેદવાર છે. કૃષ્ણા પુનિયાએ ચક્ર ફેંક સ્પર્ધામાં સ્વર્ણ પદક મેળવેલો છે જ્યારે રાજ્યવર્ધન સિંહે શૂટિંગમાં રજત પદક પોતાને નામે કરેલો છે.

કોંગ્રેસે સોમવારે સાંજે 9 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાં 6 ઉમેદવાર રાજસ્થાનના છે તથા આમાંથી જ એક કૃષ્ણા પુનિયા પણ છે. કૃષ્ણા પુનિયા હાલમાં રાજસ્થાન વિધાનસભામાં ધારાસભ્ય છે. કૃષ્ણા પુનિયા 2013માં કોંગ્રેસમાં જોડાયા હતા તથા રાજસ્થાનની સાદુલપુર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા પણ તેઓ 2013માં હારી ગયા હતા.

તો રાજ્યવર્ધન સિંહ રાઠોડ 2013માં સેનામાં કર્નલ પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા અને હવે તેઓ રાજસ્થાન જયપુર ગ્રામીણ લોકસભા સીટ માટે 2014માંથી ચૂંટાઈ આવ્યા હતા. રાજ્યવર્ધન સિંહ ચૂંટણી જીતી હાલમાં કેન્દ્રમાં મંત્રી પદે છે.

ABOUT THE AUTHOR

...view details