પશ્ચિમ બંગાળ: કોલકાત્તામાં ખાનગી હોસ્પિટલોમાં કામ કરતી નર્સ કોરોના સંકટ અને લોકડાઉનને કારણે રાજીનામું આપી પોતાના વતન રાજ્ય પરત જઈ રહી છે. ખાનગી હોસ્પિટલમાં કામ કરતી 169 સ્ટાફ નર્સોએ તેમની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું.
અન્ય રાજ્યોમાંથી આવેલી આ 169 સ્ટાફ નર્સોમાં મણિપુરની 92, ત્રિપુરાની 43, ઓડિશાની 32 અને ઝારખંડની 2 સહિતના કર્મચારીઓએ તેમની ફરજથી રાજીનામું આપી દીધું હતું. છેલ્લા બે દિવસમાં ખાનગી-હોસ્પિટલની 354 નર્સો રાજીનામું આપી વતન પરત જઈ રહી છે.