પટના : બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 17 જિલ્લાઓની 94 વિધાનસભા બેઠકો માટે આજે યોજાશે. બીજા તબક્કામાં 2.85 કરોડ મતદારો ચૂંટણીના મેદાને ઉતરશે. 1500 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. આ ઉમેદવારોમાં તેજસ્વી યાદવ પણ સામેલ છે.
બિહાર ચૂંટણીઃ બીજા તબક્કાનું મતદાન શરુ, 2.85 કરોડ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે - આરજેડી નેતા તેજસ્વી યાદવ
બિહાર વિધાનસભા માટે આજે બીજા તબક્કા માટે મતદાન યોજાયું છે. બિહારના 17 જિલ્લાઓમાં 94 બેઠકો માટે આજે બીજા તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યના 2.85 કરોડ મતદારો આરજેડી નેતા તેજસ્વી યાદવ સહિતના ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. મતદાન કરવાનો સમય સવારના સાતથી સાંજના છ સુધી રાખવામાં આવ્યો છે. રવિવારે સાંજે ચૂંટણીપ્રચાર થંભી ગયો તે પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર જાહેરસભાને સંબોધન કર્યું હતું.
Bihar Phase II polls
ચૂંટણી પંચે કોવિડ-19ની ગાઈડ લાઈનના પાલન સાથે શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત રાજધાની પટના સિટીમાં 80થી વઘુ વયના લોકો તેમજ દિવ્યાંગ મતદારો માટે ફીમાં મતદાન મથક સુધી વાહનોની વયવસ્થા કરવામાં આવી છે.