સૌથી પહેલા અમે આપને અહીં એ બતાવીશું કે, લોકસભા ચૂંટણીની પ્રક્રિયા શું હોય છે. આખરે આપણે મત શું કામ આપીએ છીએ. એના માટે સંવિધાના ઢાંચાને સમજવું અતિ જરૂરી છે. ભારતનું સંવિધાન ફેડ્રલ સિસ્ટમને ફોલો કરે છે. જે અંતર્ગત ભારતમાં બે પ્રકારની સરકાર બને છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર.
કેન્દ્ર સરકારની ચૂંટણી આમ તો સામાન્ય ચૂંટણીથી જ થાય છે. જેના માટે સમગ્ર દેશની જનતા મત આપે છે. અહીંથી ચૂંટાયેલા લોકો દેશની સંસદમાં બેસે છે. જેને લોકસભા કહેવાય છે. લોકસભામાં હાલ 545 સાંસદો હોય છે. જેમાંથી 543ની પસંદ જનતા કરે છે. જ્યારે બે એંગ્લો ઈન્ડિયન સાંસદ હોય છે. જેને રાષ્ટ્રપતિ નિમણૂંક કરે છે.
હવે દેશમાં યોજાનારી ચૂંટણીની વાત કરીએ. ભારતમાં મુખ્ય ત્રણ પ્રકારે ચૂંટણીઓ યોજાય છે. લોકસભા, રાજ્યસભા અને વિધાનસભા. લોકસભા ચૂંટણી પાંચ વર્ષમાં થાય છે. જેને જનતા નક્કી કરે છે. જેના માટે દરેક રાજ્યમાં અમુક અનામત સીટો તથા ફિક્સ સીટો હોય છે. સીટોની સંખ્યામાં રાજ્યોમાં જનસંખ્યાને આધારે નક્કી થાય છે. જે જગ્યાએ 50 ટકાથી વધારે સીટ જીતે તે દેશમાં સરકાર બનાવી શકે છે.
543માંથી કોઈ પણ પાર્ટીને બહુમત માટે 272 સીટો જોઈએ. 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપે 282 સીટો જીતી હતી. જીતેલી પાર્ટીના લીડર દેશના વડાપ્રધાન નક્કી કરે છે. જે પાર્ટીનો લોકસભામાં બહુમત વધારે હોય તેના સાંસદ મળી દેશના વડાપ્રધાન નક્કી કરે છે.
તો હવે વાત કરીએ 2019ની લોકસભા ચૂંટણીની સમગ્ર દેશમાં સાત તબક્કામાં ચૂંટણી થવાની છે. જેનું પરિણામ 23 મેના રોજ આવશે. લોકસભા 2019ની ચૂંટણી માટે 13 કરોડ નવા મતદારો જોડાયા છે. આ વખતે મતદાનની ટકાવારી વધારવા તથા નિષ્પક્ષ મતદાન કરાવા માટે ચૂંટણી પંચ અથાગ મહેનત કરી રહ્યું છે.
હવે તમને જણાવીશું કે લોકસભા ચૂંટણીમાં મતદારોએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. સૌથી પહેલા વોટર લિસ્ટમાં પોતાનું નામ ચડાવું જરૂર છે. ત્યાર બાદ પોતાના વિસ્તારના ઉમેદવાર વિશે સંપૂર્ણ જાણકારી હોવી જરૂર છે. યોગ્ય ઉમેદવારની પસંદગી જ તમારો અવાજ બની સંસદમાં જશે. જાણો
મોટા ભાગે આપણને એવી ફરિયાદો હોય છે કે, સરકાર કામ નથી કરતી પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અનેક લોકો મતદાન કરવા જતા નથી. મતદાન કેન્દ્ર સુધી પહોંચવાની જરા પણ તકલીફ લેતા નથી. એક મજબૂત લોકતંત્ર માટે મતદાન કરવું જરૂરી છે. ભલે હાલમાં મતદાનની પ્રક્રિયામાં ટકાવારીમાં વધારો થયો હોય પણ આટલું પુરતૂ નથી. આ બાબતે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે, જો તમે મત આપવા જતા નથી તો તમને સરકાર સામે સવાલ કરવાનો કોઈ અધિકાર નથી.