વર્ષ 2014ની ચૂંટણીમાં કિરણ ખેર4 વખત સાસંદ રહી ચૂકેલા પૂર્વ રેલપ્રધાન પવન કુમાર બંસલને લગભગ 70000 મતથી હરાવ્યા હતા. અભિનેત્રીથી રાજનેત્રી બનેલીઅનુપમ ખેરની પત્નિનો ભાજપ ઉમેદવાર તરીકે પ્રથમ અનુભવ છે.
ચંડીગઢનારહેવાસી 63 વર્ષીય કિરણને આ વખતે કોંગ્રેસથી જ નહીં, પરતું ભાજપ તરફથી પણ મોટા પડકારો મળી રહ્યા છે. ચંડીગઢ ભાજપ અધ્યક્ષ સંજય ટંડન તથા કેન્દ્ર શાસિત શહેરના પૂર્વ સાંસદ સત્યપાલ જૈન આ વખતે કિરણની સામે ઉમેદવાર તરીકે ઉભા છે. આ બન્નેએ છેલ્લી ચૂંટણીમાં પણ ટિકીટ માટે કોશિશ કરી હતી.