ન્યૂઝ ડેસ્કઃ ભારતની શિક્ષણ નીતિમાં 34 વર્ષ પછી ફેરફાર કરવામાં આવ્યા છે. કેબિનેટે બુધવારે આ નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પરિણામો
એસ.ડી.જી ના જોડાણ સાથે 2030 સુધીમાં એસ.સી.ઇ.સી. થી માધ્યમિક શિક્ષણ સુધી સાર્વત્રીકરણ,.
2025 સુધીમાં રાષ્ટ્રીય મિશન દ્વારા પાયા નો અભ્યાસ અને આંકડાકીય કુશળતા પ્રાપ્ત કરવી
2030 સુધીમાં પૂર્વ-શાળાથી માધ્યમિક સ્તર સુધી 100% જી.ઇ.આર.
સ્કૂલનાં બાળકોમાંથી 2 સી આર પાછા લાવો
• 2023 સુધી માં આકારણી સુધારણા માટે શિક્ષકોને તૈયાર કરવા
2030 સુધી માં સમાવિષ્ટ અને સમકક્ષ શિક્ષણ પદ્વતિ
જ્ઞાનના મુખ્ય વિભાવનાઓ અને ઉપયોગ ની ચકાસણી માટે બોર્ડની પરીક્ષાઓ લેવાશે
• દરેક બાળક ઓછામાં ઓછી એક કુશળતામાં નિપુણતા હાંસલ કરી ને શાળાની બહાર આવશે
જાહેર અને ખાનગી શાળાઓ માં શિક્ષણ ના સરખા ધોરણો
શાળા શિક્ષણમાં મુખ્ય સુધારા
ECE, શાળા, શિક્ષકો અને પુખ્ત શિક્ષણ માટે નવું રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખુ
• બોર્ડની પરીક્ષા જ્ઞાનના ઉપયોગ ના આધારીત અને ઓછી સ્પર્ધાવાળી હશે
શિક્ષણનું માધ્યમ ઓછા માં ઓછું ગ્રેડ 5 સુધી, અને ધોરણ 8 સુધી અને તેથી ઉપર નું શિક્ષણ સ્થાનિક ભાષા / માતૃભાષા / પ્રાદેશિક ભાષામાં આપવામાં આવે તે ઇચ્છનીય છે
બાળકનો 360 ડિગ્રી સર્વાંગી વિકાસ પત્ર
અધ્યયન પરિણામ પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓ ની પ્રગતિ પર ધ્યાન રાખવુ
• રાષ્ટ્રીય આકારણી કેન્દ્ર – પરખ
એન.ટી.એ દ્રારા , એચ.ઇ.એલ માં પ્રવેશ માટે સામાન્ય પ્રવેશ પરીક્ષા
શિક્ષકો માટે રાષ્ટ્રીય વ્યવસાયિક ધોરણો (એનપીએસટી)
• બુક પ્રમોશન નીતિ અને ડિજિટલ પુસ્તકાલયો
જાહેર દેખરેખ અને જવાબદારી માટે પારદર્શક ઓનલાઇન જાહેરાત
ઉચ્ચ શિક્ષણમાં મોટા સુધારા
2035 સુધી માં 50% કુલ નોંધણી નો ગુણોત્તર
• સંપૂર્ણ અને બહુવિષયી શિક્ષણ -વિષયોની સુગમતા
બહુવિધ પ્રવેશ/ નિર્ગમ