સિંગલ યુઝ પ્લાસ્ટિક પણ અહીં એકત્રિત કરી રોડ બનાવવામાં વપરાય છે. વળી, ડીઝલ બનાવવા માટેના ઘટક રૂપે ભારતીય પેટ્રોલિયમ સંસ્થાને મોકલવામાં આવે છે.
દેશની આ કોલોની પાસે સ્વચ્છતા માટે અનેક ઉપાયો, વાંચો આ વિશેષ અહેવાલ - Kewal Vihar Colony
ઉત્તરાખંડઃ જિલ્લાના દહેરાદૂનની એક કોલોનીમાં સ્વચ્છ ભારત અભિયાનની પ્રેરણા મળ્યા બાદ સ્વચ્છતાની અનોખી રીત મળી છે. કેવલ વિહાર કોલોનીમાં કચરો અલગ પાડવાની પદ્ધતિઓ અપનાવ્યા બાદ 'પ્લાસ્ટિક મુક્ત' તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી છે. ઘરેથી જ સુકો અને ભીનો કચરો અલગ કરવા લોકોને સૂચન અપાય છે. પછીથી આ કચરાને ખાતરમાં ફેરવાય છે.
દહેરાદૂન
આ કોલોનીને પોતાના વિસ્તારને કચરા મુક્ત બનાવવા બદલ પુરસ્કારો પણ મળ્યા છે. તેમજ જૂની પલંગની ચાદરો અને કાપડની બેગ પણ બનાવે છે. તેઓએ આ થેલીઓ દુકાનદારો, શાકભાજી વેચનારાઓને આપે છે. ભારતના સ્વચ્છ અભિયાનમાં આ કોલોની દેશની અન્ય કોલોનીને પણ સ્વચ્છતા માટે ઉદાહપણ પુરૂ પાડે છે.