તિરુવનંતપુરમઃ કેરળમાં ફરી એક વિદ્યાર્થીને કોરોના વાયરસ હોવાનું સામે આવ્યું છે. સોમવારે આ વાતની પુષ્ટી થઈ હતી. જેથી કેરળને સરકારે આ રોગને "આપત્તિરૂપ" ગણાવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન શૈલજાએ પત્રકાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "સરકારે રાજ્ય કોરોના વાયરસની ઝપેટ આવ્યું હોવાથી લોકોને સચેત કરતાં રાજ્ય સરકારે આરોગ્ય કટોકટી જાહેર કરી છે. જેથી લોકો આ ભંયકર રોગથી બચાવી શકાય. તેમજ આ રોગને નિયંત્રિત કરવાના પગલાં લઈ શકાય "
આ અંગેનો નિર્ણય મુખ્ય સચિવ ટૉમ જૉસની અધ્યક્ષતામાં રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ટોચની કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. ચિકિત્સા બુલેટિનના જણાવ્યાનુસાર, "કેરળમાં ચીન અને કોરોના વાયરસથી પ્રભાવિત દેશની મુસાફરી કરનાર 1,999 લોકો નજર હેઠળ રાખવામાં આવ્યાં છે. જેમાં મોટાભાગે લોકોને કેન્દ્રમાં રાખવામાં આવ્યાં છે, તો 75 લોકોને વિવિધ હૉસ્પિટલના વિશેષ વોર્ડમાં રાખવામાં આવ્યાં છે."
આ અંગે અધિકારીઓના કહ્યું હતું કે, "કેરળમાં 3 લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. હાલ તેમની તબિયત સામાન્ય છે અને તેમની મેડિકલ તપાસ ચાલું છે. " જ્યારે વુહાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ હતી. તે સમયે ભારતમાં વાયરસનો પ્રથમ કેસ કેરળના ત્રિશૂરમાં નોંધાયો હતો. હાલ આ દર્દીની ત્રિશૂર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ ચીનમાં કોરોના વાયરસ સંક્રમણ બાદ કેરળમાં પણ હાઈ એલર્ટ જાહેર કરાયું છે. કારણ કે, વુહાન શહેરમાં કેરળના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં.
રવિવાર સાંજે સાત વાગ્યે આરોગ્ય તંત્રના જણાવ્યાનુસાર, 1,924 લોકોને અલગ કેન્દ્રમાં અને 75 લોકોને હૉસ્પિટલોમાં રાખવામાં આવ્યા છે. 104 નમૂનાને એનઆઈવી પુણેમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 36 રોગની પુષ્ટિ મળી નથી. અલાપ્પુઝામાં કોરોનાની તપાસ માટે સ્થાપિત એનઆઈવીની એક શાખા શરૂ કરાઈ છે. આોરોગ્ય બુલેટિન મુજબ, મલપ્પુરમમાં 315 લોકોને, કોઝિકોડમાં 291, એર્નાકુલમમાં 260 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે, તો 75 લોકોને હૉસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે. ત્રિશૂરમાં 22, અલાપ્પુઝા અને એર્નાકુલમાં નવ અને આઠ લોકોને રાખવામાં આવ્યાં છે.
મલપ્પુરમમાં રવિવારે 12 લોકોને કેરળની હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન, કોરોના વાયરસ માટે ભ્રામક માહિતી ફેલાવવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કૃષિ રાજ્યપ્રધાન વી.એસ. સુનિલ કુમારે જણાવ્યું હતું કે, " શનિવારે ત્રિશૂર જિલ્લામાં વાયરસ અંગે ભ્રામક માહિતી ફેલાવનાર ત્રણ લોકોની ધરપકડ કરવમાં આવી હતી.