નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ હવે માત્ર ગણતરીના જ દિવસો રહ્યા છે. ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે, ત્યારે પાર્ટીઓ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલની પુત્રી પણ સામે આવી છે, ત્યારે ભાજપે નિશાન સાંધ્યું છે.
હર્ષિતાએ કહ્યું કે, શું દિલ્હીમાં સુધારો લાવવાર વ્યકતિ આતંકવાદી હોઈ શકે, તેમણે કહ્યું કે, કેજરીવાલની સરકારમાં વિજળી અને પાણીમાં સુધારો આવ્યો છે. શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ લાવવામાં આવ્યો છે. શું કોઈ વ્યક્તિ એવું કામ કરે તો તમે આતંકવાદી કહેશે. આ ખરેખર રાજકારણનું એક નવું સ્તર છે.
હર્ષિતાએ કહ્યું મને યાદ છે કે, દરરોજ ઉઠતા હતા ત્યારે મારો ભાઈ, માતા,દાદા-દાદી અને હું દરરોજ સવારે ભાગવતગીતા વાંચીએ છીએ. હર્ષિતાએ કહ્યું, 'મને હજી યાદ છે કે દરરોજ જ્યારે અમે જાગતા ત્યારે મારા ભાઈ, માતા, દાદા-દાદી અને હું, સવારે 6 વાગ્યે ભગવદ ગીતા વાંચતા અને તેના વિશે શીખવવામાં પણ આવતું હતું. શું આ આતંકવાદ છે? '