નવી દિલ્હી: દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકારે ઓક્ટોબર-નવેમ્બરમાં દિલ્હીની શાળાઓમાં 50 લાખ માસ્ક વિતરણ કરવાનું કહ્યું હતું, પરંતુ ઇટીવી ભારતને મળેલી RTIમાં એ સ્પષ્ટ થાય છે કે દિલ્હી સરકારે કોઈ માસ્ક ખરીદ્યા નથી અને વિતરણ પણ કર્યું નથી. આ RTI સુપ્રીમ કોર્ટના વકીલ અને RTI એક્ટિવિસ્ટ રૂદ્ર વિક્રમ સિંહે કરી હતી. RTIમાં થયેલા ખુલાસા બાદ તેમણે કેજરીવાલ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે.
EXCLUSIVE: કેજરીવાલ સરકારનો 50 લાખ માસ્ક વહેંચવાનો દાવો ખોટો, RTIમાં થયો ખુલાસો - કેજરીવાલ સરકારનો 50 લાખ માસ્ક વહેંચવાનો દાવો ખોટો\
RTIના મળેલા જવાબ પછી, દિલ્હીની કેજરીવાલ સરકાર પર એક સવાલ ઉઠાવવો જરૂરી છે કે, જો માસ્ક ખરીદવામાં નહોતા આવ્યા અને વહેંચાયા પણ નહોતા, તો 50 લાખની ગણતરી ક્યાંથી આવી?
10 મુદ્દાની RTI
કોર્ટના વકીલ અને RTI એક્ટિવિસ્ટ રૂદ્ર વિક્રમ સિંહે જણાવ્યું કે, RTI દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયમાં કરવામાં આવી હતી. દિલ્હીના CM કેજરીવાલે કહ્યું કે તેમણે દિલ્હીની શાળાઓમાં 50 લાખ માસ્કનું વિતરણ કર્યું છે. RTIમાં, આ માસ્ક ક્યાંથી ખરીદવામાં આવ્યા છે અને કઈ શાળાઓમાં વિતરણ કરવામાં આવ્યું છે, તેનો ખર્ચ કેટલો છે, માસ્ક ખરીદવાની પ્રક્રિયા શું છે, કેટલી માનવશક્તિ છે તે અંગેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ જે જવાબ મળ્યો તે ચોંકાવનારો હતો.
ગંભીર આરોપ લગાવ્યા
RTI એક્ટિવિસ્ટ રૂદ્ર વિક્રમ સિંહે જણાવ્યું કે, CM ઓફિસથી RTI દિલ્હી પર્યાવરણ વિભાગને ટ્રાન્સફર કરવામાં આવી હતી. ત્યારબાદ પર્યાવરણ વિભાગના પૉલ્યૂશન કંટ્રોલ બોર્ડે પોતાના જવાબમાં જણાવ્યું કે, કોઈ માસ્ક ખરીદવામાં આવ્યાં નથી અને વિતરણ પણ કરવામાં આવ્યાં નથી. RTIમાં મળેલા જવાબ પછી, દિલ્હીની કેજરીવાલ સરકાર પર એક સવાલ ઉઠાવવો જરૂરી છે કે, જો માસ્ક ખરીદવામાં આવ્યા નહોતા અને વહેંચાયા પણ નહોતા, તો 50 લાખની ગણતરી ક્યાંથી આવી?