નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીના આ નિર્ણયને આવકાર્યો છે, અને શાહીન બાગ પર ફાયરિંગ કરનાર વિરૂદ્ધ પોલીસની કાર્યવાહીને લઇને સવાલ ઉભા કર્યા હતા.
રામ મંદિર માટે ટ્રસ્ટની જાહેરાતનાં નિર્ણયને કેજરીવાલે આવકાર્યો
આજે જ્યારે વડા પ્રધાન મોદીએ લોકસભામાં રામ મંદિર ટ્રસ્ટના નિર્માણની જાહેરાત કરી હતી, ત્યારે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો અને સવાલોનો તોપમારો ચલાવ્યો હતો. હાલ લોકસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું અને લોકસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે વડાપ્રધાન મોદીની આ જાહેરાત દ્વારા વિપક્ષ પણ પોતાના અભિપ્રાયો આપ્યા છે. આ અંગે કેજરીવાલે પણ પોતાનું મંતવ્ય રજૂ કર્યો છે..
વડા પ્રધાનની રામ મંદિર ટ્રસ્ટની ઘોષણા પર કેજરીવાલએ પીએમને કહી આ વાત
રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત પર કેજરીવાલએ કહ્યું કે, સારા નિર્ણયો લેવાય તો હું તેનું સ્વાગત કરું છુ.
ભાજપ દ્વારા તેમને હિંદૂ વિરોધી કહેવા પર કહ્યું કે, હુ હિંદૂ ધર્મને માનું છું અને દરરોજ હનુમાન ચાલીસાનું પઠણ કરૂ છુ, કોઇએ મને પુછ્યું કે શુ તમે હનુમાન ચાલીસાનું પઠણ કરો છો, તો મે તેમના સામે જ હનુમાન ચાલીસાનું પઠણ કર્યું હતું.