પત્રકારો સાથે વાત કરતાં ડોભાલે જણાવ્યું હતું કે, કાશ્મીર, જમ્મુ અને લદ્દાખમાં 199 પોલીસ જિલ્લા મથકોમાંથી ફક્ત 10માં આંશિક પ્રતિબંધ યથાવત છે. તે સિવાયના તમામ વિસ્તારોમાં લેન્ડલાઈન અને ટેલિફોનની સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે.
કાશ્મીરીઓ અનુચ્છેદ 370 નાબૂદીના સમર્થનમાં છેઃ ડોભાલ - કાશ્મીર
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે શનિવારના રોજ કહ્યું હતું કે, અધિકાંશ કાશ્મીરી અનુચ્છેદ 370 દૂર કરવાના સમર્થનમાં છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે, કાશ્મીરમાં લાદેલાં પ્રતિબંધનો હેતુ પાકિસ્તાનના આતંકવાદને અટકાવવાનો છે.
article 370
નજરકેદમાં મૂકાયેલાં નેતાઓ વિશે તેમણે જણાવ્યું હતું કે, કાયદો અનુમતિ આપે છે કે, સરકારે અદાલતમાં જવાબ આપવો પડશે. જો કોઈ કાયદાનું ઉલ્લઘન કરશે તો તેણે દંડ ભરવો પડશે.