ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જેસલમેરમાં એરફોર્સના વિશેષ વિમાન દ્વારા કાશ્મીરીઓને શ્રીનગર મોકલાયા - નેગેટિવ

વિશ્વભરમાં વધી રહેલા કોરોના વાઈરસના ફેલાવા વચ્ચે ગયા મહિને ઈરાનથી લાવવામાં આવેલા ભારતીય નાગરિકોમાં જમ્મુ-કાશ્મીરના 180 રહેવાસીઓને મંગળવારે એરફોર્સના વિશેષ વિમાન દ્વારા શ્રીનગર લઈ જવામાં આવ્યા છે. આ તમામ નાગરિકોને માર્ચ મહિનાથી જેસલમેરના સેના મથક પર આવેલા વેલનેસ સેન્ટરમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.

kashmiris-sent-to-srinagar-by-special-aircraft-of-the-air-force-in-jaisalmer
જેસલમેરમાં એરફોર્સના વિશેષ વિમાન દ્વારા કાશ્મીરીઓને શ્રીનગર મોકલાયા

By

Published : Apr 22, 2020, 3:11 PM IST

રાજસ્થાન: કોરોના વાઈરસના ફેલાવા અને લોકડાઉન દરમિયાન ગયા મહિને ઈરાનથી બયાવવામાં આવેલા ભારતીય નાગરિકોમાં જમ્મુ-કાશ્મીરના 180 લોકોને મંગળવારે એરફોર્સના વિશેષ વિમાન દ્વારા શ્રીનગર લઈ જવામાં આવ્યા છે.

આ નાગરિકોને જેસલમેરના સેના મથકના વેલનેસ સેન્ટરમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. તેમના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જે બાદ ક્વોરેન્ટાઈન પિરિયડ પૂરો થયા બાદ કાશ્મીરી વિદ્યાર્થીઓ વારંવાર ભૂખ હડતાલ કરી રહ્યા હતા. તેમજ સોશિયલ મીડિયા પર તેમના ઘરે પાછા ફરવાની માંગ કરી રહ્યા હતા.

જેસલમેર જિલ્લા વહીવટી તંત્રે તેમને જમીન માર્ગે કાશ્મીર મોકલવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ ત્યાંના પ્રશાસને આવું કરવાની ના પાડી હતી. વડાપ્રધાન કાર્યાલયની દખલ બાદ આખરે વિદ્યાર્થીઓને સેનાના વિશેષ વિમાન મારફતે મંગળવારે 53 વિદ્યાર્થીઓ સહિત કુલ 180 લોકોને જેસલમેરથી શ્રીનગર લઈ જવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસના ગભરાટ વચ્ચે જિલ્લા મથકથી લગભગ 10 કિલોમીટર દૂર લશ્કરી મથકમાં વેલનેસ સેન્ટરમાં ઈરાનથી 15, 16 અને 18 માર્ચે કુલ 484 ભારતીય નાગરિકોને ત્રણ તબક્કામાં પરત લાવવામાં આવ્યા હતા. જોમાંથી કેટલાક કોરોના વાઈરસના ચેપગ્રસ્તો હતો.

28 માર્ચે આ તમામ વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બધા રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જે બાદ આ વિદ્યાર્થીઓ તેમના વતન કાશ્મીર પરત જવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ દેશભરમાં લોકડાઉન હોવાને કારણે તેમને કાશ્મીર મોકલવાનું શક્ય નહોતું. વિદ્યાર્થીઓએ ભૂખ હડતાલ પર જવા સહિત અનેક રીતે વિરોધ શરૂ કર્યો હતો. આ બાબતે તેમની સાથે રહેતા અન્ય કાશ્મીરીઓએ પણ તેમને સમર્થન આપ્યું હતું.

3 દિવસ પહેલા આ વિદ્યાર્થીઓએ ફરી એકવાર વિરોધ શરૂ કર્યો હતો. સેના અધિકારીઓ સાથે વહીવટી અધિકારીઓએ તેમને ભૂખ હડતાલ ખતમ કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વિદ્યાર્થીઓ મક્કમ રહ્યા હતા અને ઘરે પરત જવા માટે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર આક્રમક ઝુંબેશ શરૂ કરી હતી. તેઓ રમઝાન મહિનો શરૂ થાય તે પહેલા કોઈપણ સંજોગોમાં તેમના ઘરે જવા માંગે છે.

જેસલમેરની ગરમીમાં રોઝાને રાખવા તેમના માટે ખૂબ જ મુશ્કેલ બનશે તેવી દલીલ કરતા વિદ્યાર્થીઓએ કરી હતી. આ બાબત વડાપ્રધાન કાર્યાલયના ધ્યાને આવી ત્યારે તેમને કાશ્મીર પરત મોકલવાની પહેલ કરવામાં આવી હતી. જે બાદ મંગળવાર બપોરે એરફોર્સના વિશેષ સી-130 હર્ક્યુલસ વિમાન મારફતે 53 વિદ્યાર્થીઓ સહિત 180 લોકોને શ્રીનગર મોકલવામાં આવ્યા છે. જ્યાંથી તેઓને તેમના ઘરે મોકલવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details