ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કરતારપુર સાહિબના દર્શન માટે ઑન લાઇન રજીસ્ટ્રેશન સ્થગિત - kartarpur sahib registration

નવી દિલ્હીઃ ભારતના શ્રધ્ધાળુઓ માટે પાકિસ્તાન સ્થિત પવિત્ર શીખ ગરુદ્વારા કરતારપુર સાહિબના દર્શન માટે રવિવારથી ઑન લાઇન શરુ થવાનું હતું. જે સ્થગિત કરાયુ છે. તેની પાછળનું કારણ પાકિસ્તાનની ફાઈનલ ડ્રાફ્ટ ઉપર સહમતિ ન હોવાનું જાણવા મળ્યુ છે.

કરતારપુર સાહિબના દર્શન માટે ઑન લાઇન રજીસ્ટ્રેશન સ્થગિત

By

Published : Oct 20, 2019, 11:05 PM IST

પાકિસ્તાન પ્રતિ શ્રધ્ધાળુ 20 ડૉલર સેવા શુલ્કની માગ કરી રહ્યુ છે તો ભારતે તેનો વિરોધ કર્યો છે. જો કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન 9 નવેમ્બરથી કરતારપુર કોરિડોરને ખોલવાની જાહેરાત કરી ચૂક્યા છે. પરંતુ પાકિસ્તાનનું કહેવું છે કે, જ્યાં સુધી ભારત પ્રતિ શ્રધ્ધાળુ 20 ડૉલર નહીં આપે ત્યા સુધી કોઈને પણ દર્શન કરવા દેવાશે નહીં

આશા છે કે, ભારત પાકિસ્તાન વચ્ચે શનિવાર સુધીમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે. ભારતે સેવા શુલ્ક અંગે ફેરવિચારણા કરવા પાકિસ્તાનને અપિલ કરી છે. સાથે રોજ 10000 યાત્રિકોને દર્શન કરવા દેવાની માગ કરાઈ છે. આ ઉપરાંત ભારતીય પ્રોટોકૉલ ઑફિસરની મુલાકાત માટે પણ મંજૂરી માગી છે.

કરતારપુર સાહિબના દર્શન માટે ઑન લાઇન રજીસ્ટ્રેશન સ્થગિત

ABOUT THE AUTHOR

...view details