વડાપ્રધાન મોદીએ શુક્રવારના રોજ લોકોને આગ્રહ પણ કર્યો હતો કે ચંદ્રયાન-2ના ચંદ્ર પર લેન્ડ થવાની પ્રક્રિયાને નિહાળી અને તેમના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરે, તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે, 'મારો તમને બધાને આગ્રહ છે કે ચંદ્રયાન-2ના વિશેષ ક્ષણને ચંદ્રમાંના દક્ષિણ ધ્રુવ પર ઉતરતા જુઓ. તેમજ તેમના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરો. તેમાથી કેટલાક ફોટોને હું રી-ટ્વિટ પણ કરીશ'
Chandrayaan-2: PM મોદી બોલ્યા- 'તમે ચિંતા ન કરો હું તમારી સાથે છું' - બેંગલુરુ
બેંગલુરુ: ચંદ્રયાન-2ના ચંદ્ર પર લેન્ડ થવાની પ્રક્રિયાને નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે બેંગ્લુરૂ એરપોર્ટ સ્થિત આવી ગયા હતાં, જ્યાં તેઓનું સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ ઈસરોના મુખ્યાલય પહોંચ્યાં હતાં. જ્યાં ચંદ્રયાન-2ના લેન્ડરનો સંપર્ક તૂટી જતાં ચંદ્રયાન-2 સાથેનો ISRO સેન્ટરનો સંપર્ક તૂટી ગયો છે. હાલ વૈજ્ઞાનિકો આંકડાઓ મેળવી રહ્યાં છે. મોદીએ ISRO સેન્ટરમાં જ તમામ વૈજ્ઞાનિકોને 'હોપ ફોર ધ બેસ્ટ' કહી આશ્વાસન આપ્યું હતું. મોદીએ વધુમાં કહ્યું કે, તમે ચિંતા ન કરો, હું તમારો સાથે છું. મોદીએ ઈસિરોના વૈજ્ઞાનિકોને માનવતાની રક્ષા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.
ETV BHARAT
યેદિયુરપ્પા, કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગૌડા અને અન્ય મહાનુભાવોએ ઈસ્લામાબાદ પહોંચ્યા હતાં જ્યાં વડાપ્રધાન મોદીનું યેદિયુરપ્પાએ સ્વાગત કરીને શુભેચ્છા પાઠવી હતી.
Last Updated : Sep 7, 2019, 2:34 AM IST