બેંગ્લુરૂઃ રાજ્યમાં 31 મે સુધી ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડૂના લોકોને એન્ટ્રી મળશે નહીં. આ જાહેરાત મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ કરી હતી. લોકડાઉન 4 દરમિયાન મળનારી છૂટની માહિતી આપતા સીએમ યેદિયુરપ્પાએ કહ્યું કે, આ ચાર પ્રદેશોમાં કોરોના સંક્રમણ તેજીથી ફેલાઇ રહ્યું છે, જેથી આ રાજ્યના લોકોને અત્યારે પ્રદેશમાં એન્ટ્રી મળશે નહીં.
આ સાથે જ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, મંગળવાર, 19 મેથી રાજ્યમાં બસની સેવાઓ શરુ કરવામાં આવશે. બસમાં સફર કરવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક પહેરવો ફરજીયાત રહેશ. આ સાથે જ બીજા પ્રદેશોથી આવનારા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવશે. પ્રદેશમાં ઓટો-ટેક્સીની સેવા પણ શરુ કરવામાં આવશે. આ ઉપરાંત સલુન પણ ખોલવામાં આવશે.