હાઇવે પર બસતાડા ગામ નજીક ટોલ પ્લાઝાથી 100 મીટર દુર એક ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક ટેન્કર અને ટ્રક વચ્ચે કાર ફસાઇ ગઇ હતી. જેમાં સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હતાં.
કર્ણાટકમાં NH-44 પર ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 3ની હાલત ગંભીર - કર્ણાટક ન્યુઝ
કર્ણાટક: નેશનલ હાઇવે 44 પર એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ટ્રક અને ટેન્કર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં કાર ફસાઇ ગઇ હતી. જેના પગલે ભારે બચાવ કામગીરી કર્યા બાદ ઘાયલ અને મૃતકોને બહાર કઢ્યા હતાં. આ ઘટના બન્યાના સમાચાર મળતાની સાથે જ ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.
કર્ણાટકમાં NH 44 પર ભીષણ અકસ્માત
આ અકસ્માતના પગલે સ્થાનિકોને માહિતી મળતા તુરંત જ ખસી જઇ અને કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં ઘાયલ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.