નવી દિલ્હી: કર્મચારી મંત્રાલયના આદેશ મુજબ કપિલ દેવ ત્રિપાઠીની સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ આદેશ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના પ્રધાન મંડળની નિમણૂક સમિતિએ કરાર આધારે ત્રિપાઠીને રાષ્ટ્રપતિ કોવિંદના સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તેમનો કાર્યકાળ રાષ્ટ્રપતિના કાર્યકાળ જેટલો જ રહેશે.
ત્રિપાઠી, 1980 બેચના આસામ-મેઘાલય કેડરના નિવૃત્ત IAS અધિકારી છેે. હાલમાં જાહેર જાહેર સાહસો પસંદગી બોર્ડ (PESB)ના અધ્યક્ષ છે, જે કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં ઉચ્ચ-સ્તરની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિના વર્તમાન સચિવ સંજય કોઠારીનો પદ સંભાળશે. અધિકારીઓના મતે કોઠારીને કેન્દ્રીય તકેદારી આયોગ(CVC)ના વડા બને તેવી શક્યતા છે.