રવિવારે સાતમા અને અંતિમ તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલ સામે આવ્યા હતા. જેમાં ભાજપની સરકાર બનશે તેવા એંધાણ બતાવવામાં આવ્યા છે. કમલનાથે મંગળવારે એક્ઝિટ પોલ પર જવાબ આપતા કહ્યું કે, "સોશિયલ મીડિયા પર જે જાણકારીઓ આવી રહી છે, તે એક્ઝિટ પોલ નહીં પરંતુ મનોરંજન પોલ છે. અસલી પોલ તો 23 તારીખે ખુલશે." કમલનાથે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, "એક્ઝિટ પોલની જે પરંપરા બનાવવામાં આવી છે, તેના આધારે જ ઉજવણી કરી લો, કારણ કે હકીકત 23 તારીખે સામે આવશે. સોશિયલ મીડિયા પર EVMનો એક નવો ગોટાળો સામે આવી રહ્યો છે. આ ગોટાળાની હકીકતતો 23 મેના રોજ સામે આવશે"
આ Exit poll નહીં, મનોરંજન પોલ છે, પોલ તો 23 તારીખે ખુલશેઃ કમલનાથ - Election Results
ન્યૂઝ ડેસ્ક: મધ્યપ્રદેશના CM કમલનાથે વિભિન્ન સમાચાર માધ્યમના એક્ઝિટ પોલ પર કટાક્ષ કરતા કહ્યું કે, "આ EXIT POLL નહીં, મનોરંજન પોલ છે, પોલ તો 23 મેના રોજ ખુલશે.
સ્પોટ ફોટો
મળતી માહિતી મુજબ, દેશના વિભિન્ન સમાચાર માધ્યમ દ્વારા જે એક્ઝિટ પોલ કે સર્વે કરવામાં આવ્યા છે, તે પ્રમાણે તો ભાજપને જ પૂર્ણ બહુમત મળી રહ્યા છે.