રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહે અલીગઢમાં એક નિવેદન આપતા કહ્યું કે, આપણે બધા ભાજપના કાર્યકરો છીએ. અમે ઈચ્છીએ છીએ કે, ભાજપ ચૂંટણી જીતે. અમે એવું ઈચ્છીએ છીએ કે, મોદીનું વડાપ્રધાન બનવું ખૂબ જ જરૂરી છે.
સંવૈધાનિક પદ પર બેઠેલા રાજસ્થાનના ગવર્નરે મોદીને વડાપ્રધાન બનાવવા અપીલ કરી
ન્યૂઝ ડેસ્ક: દેશમાં હાલ તમામ જગ્યાએ ચૂંટણીનો માહોલ બરાબર જામી ચૂક્યો છે. કારણ કે, આગામી દિવસોમાં સાત તબક્કામાં અલગ અલગ તારીખે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે તમામ પાર્ટીઓમાં રાજગાદી પર બેસવાના અભરખા છતાં થતા હોય છે. ઓવ જ એક કિસ્સો હાલ રાજસ્થાનના રાજ્યપાલ દ્વારા બહાર આવ્યો છે.
કલ્યાણ સિંહ
આપને જણાવી દઈએ કે, કલ્યાણ સિંહ રાજસ્થાનના હાલ રાજ્યપાલ છે, તેથી સંવૈધાનિક પદ પર બેઠેલા કલ્યાણ સિંહે એક નવા જ વિવાદને જન્મ આપ્યો છે. તેમનું આ રીતે ખુલ્લું ભાજપને સમર્થન આપવું તેમના માટે મુશ્કેલીમાં વધારો કરતું સાબિત થઈ શકે છે.