ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દુનિયાની સૈાથી મોટી કાલેશ્વરમ ગોદાવરી લિફટ સિંચાઈ યોજનાનું ઉદઘાટન - telengana

હૈદરાબાદ: વિશ્વની સૌથી મોટી લિફ્ટ સિંચાઇ પ્રોજેક્ટનું ઉદઘાટન થયુ છે. મહારાષ્ટ્ર, તેલંગણા, આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાનની હાજરીમાં ત્રણ રાજ્યોના મુખ્યપ્રધાનોએ સાથે મળીને આ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

દુનિયાની સૈાથી મોટી કાલેશ્વરમ ગોદાવરી લિફટ સિંચાઈ યોજનાનું થયુ ઉદધાટન

By

Published : Jun 21, 2019, 2:05 PM IST

Updated : Jun 21, 2019, 2:27 PM IST

તેલંગણામાં વિશ્વનું સૌથી મોટું બહુસ્તરીય લિફ્ટ સિંચાઈ યોજના છે. કાલેશ્વરમ યોજનાનો શુક્રવારથી પ્રારંભ થયો છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ,આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડી તથા તેલંગાણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે સૌથી મોટી સિંચાઈ યોજનાનું એક સાથે ઉદધાટન કર્યુ હતુ.

દુનિયાની સૈાથી મોટી કાલેશ્વરમ ગોદાવરી લિફટ સિંચાઈ યોજનાનું થયુ ઉદધાટન
તેલંગણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવ ગયા સપ્તાહે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગનનાથ રેડ્ડીને સિંચાઈ યોજનાના ઉદધાટનનું આમંત્રણ આપવા મુંબઈ અને વિજયવાડા ગયા હતા. ચંદ્રશેખર રાવે યોજનાના પ્રારંભ પહેલા મેદિગદ્દા બૈરાજમાં પૂજા કરી હતી.

તેલંગાણાની કાલેશ્વરમ લિફટ સિંચાઈ યોજના વિશ્વના સૌથી અલગ અને અજાયબી પ્રોજેક્ટ છે. આ યોજનાને એન્જિનિયરિંગનું અદભુત નમૂનો માનવામાં આવે છે. આ યોજનાથી ગોદાવરી નદીના પાણીને 618 મીટર ઉપર સુધી લઇ જવામાં આવશે. સાત લીંકમાં આ યોજના પૂર્ણ થશે. તેલંગાણાની ગોદાવરી નદીથી અડધા કિલોમીટર ઊંચાઈ પર છે.

આ યોજના પુર્ણ થતાં જ તેલંગણાની પાણીની સમસ્યા દુર થશે. પીવાના પાણીથી લઇને સિંચાઈ અને અલગ-અલગ ઉદ્યોગોને પાણી મળી રહેશે. એક અનુમાન મુજબ રાજ્યના 13 જિલ્લાઓ 37 લાખ એકર જમીનની સિંચાઈ શક્ય થશે.

Last Updated : Jun 21, 2019, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details