મુખ્યપ્રધાન કમલનાથને સિંધિયા કેટલીક વખત ચૂંટણી વખતે જે વાયદાઓ કર્યા હતા તેને પૂર્ણ કરવા માટે પત્ર લખી ચૂક્યા છે. તેમણે આ પત્રોના માધ્યમથી ખેડૂત અને સામાન્ય જનતાના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યા છે. પરંતુ સરકાર પર આનો કોઇ પ્રભાવ નથી પડ્યો.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટર હેંડલ પર 'Public Servent' કેમ લખ્યું - કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા
ગ્વાલિયર : મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય મહાભારતની વચ્ચે કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ પર પોતાનો પ્રોફાઇલ ચેન્જ કર્યો છે.સિંધિયાએ પોતાને જનતાનો સેવક અને ક્રિકેટ પ્રેમી જણાવ્યું છે.સિંધિયાએ ટ્વિટર પ્રોફાઇલ અપડેટ કરતા પોતાને જનતાનો સેવક અને ક્રિકેટ પ્રેમી જણાવ્યું છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા બન્યા જનતાના સેવક
કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનું રાજકીય શીતયુદ્વ જગજાહેર છે. આ વચ્ચે તેમણે ટ્વિટર હેંડલ પરથી જે જવાબદારી નિભાવી રહ્યા છે. એ તમામ હોદ્દાઓ દુર કરી દીધા છે. તેના બદલે પોતાને જનસેવક અને ક્રિકેટ રસિક તરીકે ઓળખાવ્યા છે.