નવી દિલ્હી: ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરૂવારના રોજ પ્લાઝ્મા ડોનેટ કર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણથી સ્વસ્થ થયેલા લોકોને પોતાનો પ્લાઝ્મા દાન કરવા અપીલ કરી રહ્યા છે, જે સંક્રમિત લોકોની સારવારમાં મદદ કરી શકે છે.
દિલ્હીની એક હોસ્પિટલમાં પ્લાઝ્મા દાન કર્યા પછી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, દેશવાસીઓની સેવા કરવીએ આપણો ધર્મ છે. એટલા માટે કોરોના સંક્રમણથી સ્વસ્થ થયેલા લોકો અવશ્ય પ્લાઝ્મા ડોનેટ કરે.
ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્લાઝ્મા ડોનેટ કર્યું
વૈશ્વિક મહામારી કોરોનાને કારણે લોકોમાં દિવસેને દિવસે સંક્રમણ વધી રહ્યું છે. આવા સંક્રમિત લોકો સ્વસ્થ થયા બાદ પ્લાઝ્મા ડોનેટ કરે જેથી તેના જેવા બીજા લોકો પણ સ્વસ્થ થઈ શકે. ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરૂવારના રોજ પ્લાઝમા ડોનેટ કર્યું હતું.
ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્લાઝ્મા ડોનેટ કર્યું
જૂન મહિનામાં જ્યોતિરાદિત્ય સિંધિયાને ગળામાં દુખવા લાગ્યું હતું અને તાવની પણ અસર થઈ હતી ત્યારબાદ તે કોનાથી સંક્રમિત થયા હતા. તેના પછી તેમની માતા માધવી રાજે સિંધિયા પણ સંક્રમિત થયા હતા. જેની સારવાર દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં કરવામાં આવી હતી.