ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયોગના બે અધિકારી લાપતાઃ સૂત્ર - ભારતીય ઉચ્ચાયોગના બે અધિકારી લાપતા

પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયોગમાં કામ કરનારા બે ભારતીય અધિકારીઓ લાપતા છે. સૂત્રોએ આ વાતની જાણકારી આપી હતી.

Etv Bharat, GUjarati News, Pakistan News
પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયોગના બે અધિકારી લાપતા

By

Published : Jun 15, 2020, 1:03 PM IST

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયોગમાં કામ કરનારા બે ભારતીય અધિકારીઓ લાપતા છે. સૂત્રોએ આ વાતની જાણકારી આપી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બંને અધિકારીઓ એક ગાડી પર ભારતીય ઉચ્ચાયોગ માટે રવાના થયા હતા, પરંતુ તે પોતાની ઓફિસ સુધી પહોંચ્યા ન હતા.

વધુમાં તે છેલ્લા 2 કલાકથી લાપતા છે. તેમ છતાં આ ઘટના પર અત્યાર સુધી કોઇ પણ આધિકારીક ટિપ્પણી સામે આવી નથી.

ભારતીય દૂતાવાસે કેસની ગંભીરતાને ધ્યાને લઇને તેને પાકિસ્તાની અધિકારીની સામે ઉઠાવ્યા છે.

મહત્વનું છે કે, આ ઘટના ત્યારે બની જ્યારે તે પહેલા દિલ્હી સ્થિત પાકિસ્તાની દૂતાવાસમાં કામ કરનારા બે જાસુસોને રંગે હાથ પકડી પાડ્યા હતા.

જે બાદ તેમણે ભારતથી નીકાળવામાં આવ્યા હતા. કોઇ પણ દેશમાં તૈનાત રાજકીય સંધિ હેઠળ સુરક્ષા મળે છે.

રિપોર્ટ્સ અનુસાર ઇસ્લામાબાદમાં તૈનાત શીર્ષ ભારતીય રાજનયિક ગૌરવ અહલૂવાલિયાના ઘરની બહાર પાકિસ્તાની જાસુસ એજન્સી આઇએસઆઇના કેટલાય લોકો તૈનાત હતા.

આ ઉપરાંત ભારતીય રાજનયિકોની ગાડીઓનો પીછો કરવાનો કિસ્સો પણ સામે આવ્યો હતો. ભારતે આ સંબંધે વિરોધ દાખલ કરાવતા પાકિસ્તાનને તપાસની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details