ઉતાસણી નજીક આવતાં મંદીના માહોલ વચ્ચે વેપારીઓને મળી રાહત - Holi
જૂનાગઢઃ જિલ્લામાં ધૂળેટીના તહેવાર નિમિત્તે દારીયા-ખજૂરની ખરીદી કરતા ગ્રાહકો જોવા મળી રહ્યા છે.
ધૂળેટીની તૈયારીઓ પૂરજોશમાં શરુ
હાલમાં ધુળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કેશોદની મુખ્ય બજારોમાં દારીયા ખજૂર પતાસા મમરા ધાણી સહીતની વિવિધ વેરાયટીઓ સાથે અસંખ્ય સ્ટોલ ઉભા થયા છે. જેમાં ગ્રાહકો ખરીદી કરતા જોવા મળે છે. હાલના સ્ટોલની સંખ્યા વધુ હોવાથી ગ્રાહકોની ખરીદીમાં ભારે ભીડ જોવા મળતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલાં જે ખજૂર પતાસા દારીયા સહીત પુષ્કળ પ્રમાણમાં લોકો ખાવાનુ પસંદ કરતા હતા અને લ્હાણી કરી આગ્રહ ભેર ખવડાવતા જેનું પ્રમાણ ધીરે-ધીરે ઘટવા લાગયું છે. માત્ર તહેવારોની ઉજવણી પુરતી નહીવત ખરીદી કરી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે.
હાલ બજારમાં મંદીનો માહોલ સર્જાયો છે, પરંતુ ઉતાસણી નજીક આવતા જ જૂનાગઢ જિલ્લામાં થોડીઘણી ખરીદી નીકળતા વેપારીઓને થોડી રાહત મળી હતી.