સંપર્કથી સમર્થન અભિયાન: જેપી નડ્ડાએ રાહુલ દ્રવિડ સાથે મુલાકાત કરી
બેંગ્લુરૂ: ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા રવિવારે બેંગ્લુરુ ખાતે ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડ સાથે મુલાકાત કરી છે. નડ્ડા અને દ્રવિડની આ મુલાકાત ભાજપના સંપર્કથી સમર્થન અભિયાન અંતર્ગત જોવામાં આવી રહ્યું છે. અહીં આ મુલાકાતમાં જેપી નડ્ડાએ દ્રવિડને ભાજપ સરકારની ઉપલબ્ધીઓ વિશે વાત કરી હતી.
sampark for samarthan
ભારતીય જનતા પાર્ટીના વિતેલા સરકારમાં ચાર વર્ષ પુરા કર્યા બાદ સંપર્કથી સમર્થન અભિયાનની શરુઆત કરી છે. જો કે, બીજી વખત સરકાર બનવા છતાં પણ ભાજપે આ અભિયાન ચાલુ જ રાખ્યું છે. જે અનુક્રમે આજે કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ દ્રવિડની મુલાકાત કરી હતી, અહીં નડ્ડાએ દ્રવિડને ભાજપની ઉપલબ્ધીઓ વિશે પણ જાણકારી આપી હતી.