જેઇઇની મુખ્ય પરીક્ષા એનઆઇડટી, આઇઆઇઇટી અને કોલેજોમાં અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરીંગ અને આર્કિટેચર અભ્યાસ ક્રમોમાં પ્રવેશના હેતુ માટે ભારતમાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.
જોઇન્ટ એન્ટ્રાસ એક્ઝામ (JEE-મુખ્ય) એપ્રિલ -2020 અંતે મુલતવી રાખવામાં આવી - આર્કિટેચર અભ્યાસ ક્રમો
નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્રારા આગામી 5 એપ્રિલ, 7 એપ્રિલથી નવ એપ્રિલ અને 11 એપ્રિલ દરમિયાન જોઇન્ટ એન્ટ્રાસ એક્ઝામ (જેઇઇ) લેવાનું નક્કી કરાયુ હતુ. પણ હાલ જાહેરાત કરવામાં આવી છે કે કોવિડ-19 રોગચાળાને પગલે તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને જેઇઇની મુખ્ય પરીક્ષાઓ હવે મોકુફ રાખવામાં આવી છે. હવે પછી આ પરીક્ષા મે 2020ના છેલ્લાં સપ્તાહમાં યોજાઇ શકે છે. પણ આગામી સમયને ધ્યાનમાં રાખીને નવી તારીખો જાહેર કરવામાં આવશે. તેમ પણ કહેવામાં આવ્યુ છે.
હ્યુમન રિસોર્સ મિનિસ્ટ્રી દ્રારા આ માહિતી ટ્વીટ કરીને આપવામાં આવી છે.
નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ એમ પણ જણાવ્યુ છે કે તેમના વિદ્યાર્થીને તમામ બાબતે માહિતી આપતા રહેશે અને પરીક્ષાના ફેરફારો અને ચોક્કસ તારીખે વિષે અગાઉથી જાણ કરવામાં આવશે. તો પરીક્ષામાં થયેલા ફેરફારને લઇને કોઇ માહિતી મેળવવા માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને jeemain.nta.nic.in તેમજ www.nta.ac.in ની વેબસાઇટ પર અથવા વધુ માહિતી માહિતી માટે 8287471852, 8178359845, 9650173668, 9599676953, 8882356803 પર પણ સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યુ છે.