નવી દિલ્હીઃ સરકાર દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં બેરોજગારીનો દર 2018ની તુલનામાં વર્ષ 2019માં ઘટીને 5.8 ટકા નોંધાયો છે. જે ગત વર્ષે 6.1 ટકા હતો.
દેશમાં રોજગારની પરિસ્થિતિમાં 2018-19માં સુધારો થયો છે. સરકારે જાહેર કરેલા આંકડામાં જણાવાયું છે કે, બેરોજગારીનો દર વર્ષ 2018-19માં ઘટીને 5.8 ટકા થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2017-18માં 6.1 ટકા હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે જાહેર કરેલા પિરિઓડિક લેબર ફોર્સ સર્વેએ (PLFS) જણાવ્યું છે કે, 2018-19માં વર્કફોર્સની ભાગીદારી દર (LFPR) 2018-19માં વધીને 37.5 ટકા થયો છે. જે એક વર્ષ અગાઉ 36.9 ટાકા હતો.