ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહામારીને પગલે સર્જાયેલી નોકરીની કટોકટી ટૂંક સમયમાં જ સામાજિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી શકે છે

અર્થતંત્ર તથા લઘુતમ શ્રમ બજારમાં લાંબી મંદીનું જોખમ નોકરીની વર્તમાન કટોકટીને સામાજિક કટોકટીમાં રૂપાંતરિત કરે, તેવી પ્રબળ શક્યતાઓ છે અને ખાસ કરીને નીચી આવક ધરાવતા શ્રમિકો, યુવાનો તથા મહિલાઓને સૌથી વધુ ફટકો પડી શકે છે. 2021ના અંત સુધીમાં કામના સ્તરે લોકોનો હિસ્સો સંકટ અગાઉના સ્તર કરતાં પણ વધુ નીચો જવાની સંભાવના છે.

a
મહામારીને પગલે સર્જાયેલી નોકરીની કટોકટી ટૂંક સમયમાં જ સામાજિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી શકે છે

By

Published : Jul 9, 2020, 6:59 PM IST

હૈદરાબાદ: કોવિડ-19 મહામારીએ સ્થળાંતરિત શ્રમિકોના જીવનની ગાડી પાટા પરથી ઊતારી દીધી છે. હવે, આ મહામારી રોજગારી ક્ષેત્રે અભૂતપૂર્વ કટોકટી લાવી રહી છે અને આ સ્થિતિ 2008ની કટોકટી કરતાં ઘણી વધારે ખરાબ છે.

ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના અહેવાલ અનુસાર, ઓછી આવક ધરાવનારા શ્રમિકો, યુવાનો અને મહિલાઓને સૌથી વધુ ફટકો પડશે.

OECDનો બેરોજગારી દર એપ્રિલ, 2020માં 3.0ના વધારા સાથે 8.5 ટકા થયો, તે મે, 2020માં ઘટીને 8.4 ટકા થયો હતો. આ દાયકાનો આ સૌથી ઊંચો બેરોજગારી દર છે.

ફેબ્રુઆરી, 2020માં આ દર 5.2 ટકા હતો. મે મહિનામાં OECD ક્ષેત્રમાં બેરોજગાર લોકોની સંખ્યા 54.5 મિલિયન હતી. એપ્રિલ અને મેમાં તફાવતનો અભાવ એ વિષમ પ્રવાહોનું પરિણામ છે.

બીજી તરફ, યુનાઇટેડ સ્ટેટ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે અર્થતંત્ર રિઓપન કરતાં ઘણા કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે On the one hand, in the United States, as Donald Trump reopens the economy, many furloughed workers went back to work, even as other temporary layoffs became permanent. અને ભારત સહિતના અન્ય ઘણા દેશોમાં છટણી સામાન્ય સ્થિતિ બની ગઇ છે.7

OECD એમ્પ્લોયમેન્ટ આઉટલૂક 2020 અનુસાર, વધુ સકારાત્મક ચિત્રમાં પણ, OECD-અનુસાર બેરોજગારીનો દર ગ્રેટ ડિપ્રેશન પછીના મંદીના તમામ ઊંચા સ્તરોને પણ ઓળંગી જઇને 2020ના ચોથા ત્રિમાસિક ગાળામાં 9.4 ટકા પર પહોંચી શકે છે.

2021ના અંતે પણ કામમાં લોકોનો હિસ્સો કટોકટી અગાઉના સમયગાળા કરતાં પણ નીચો રહેવાનો અંદાજ છે.

OECD દેશોમાં વર્તમાન કટોકટીના પ્રથમ ત્રણ મહિનામાં કામના કુલ કલાકોમાં ઘટાડો નોંધાયો છે અને 2008ની વૈશ્વિક નાણાંકીય કટોકટીના પ્રથમ ત્રણ મહિનાની તુલનામાં આ ઘટાડો દસ ગણી વધુ ઝડપથી નીચો જઇ રહ્યો છે. આ અંગેનો ડેટા પણ ઉપલબ્ધ છે.

રિકવરી માટે સમાવેશક અને રોજગારી નીતિઓ પરની વિશેષ OECD રાઉન્ડટેબલ મિનિસ્ટરીયલ મિટિંગને પગલે OECDના સેક્રેટરી જનરલ એન્જેલ ગુરિયાએ જણાવ્યું હતું કે, “કોવિડ-19ના સંકટ સામે ઝડપી અને નિર્ણાયક પ્રારંભિક પ્રતિસાદ પ્રસ્થાપિત કરવા માટે, દેશોએ હવે નોકરીની આ કટોકટીને સામાજિક કટોકટીમાં પરિવર્તિત થતી અટકાવવા માટે તેમનાથી બનતા શક્ય તમામ પ્રયત્નો કરવા જોઇએ. જેમની શ્રમ બજારની સંભાવનાઓને નોંધપાત્ર રીતે ફટકો પડ્યો છે તે યુવાનો તથા લાંબા ગાળાની મંદીનું જોખમ ઘટાડવા માટે વ્યાપક આર્થિક નીતિઓ કટોકટીની આ સ્થિતિ દરમિયાન સહાયક બનવી જોઇએ.”

પુરુષોની તુલનામાં મહિલાઓ પર વધુ વિપરિત અસર પડી છે અને ઘણી મહિલાઓ સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોમાં જ કામ કરે છે તથા અનિશ્ચિત પ્રકારની નોકરીઓ ધરાવે છે. સ્વ-રોજગાર તથા કામચલાઉ અથવા પાર્ટ ટાઇમ કોન્ટ્રાક્ટ પર કામ કરનારા લોકોએ ખાસ કરીને નોકરી અને આવક ગુમાવવાનો વારો આવ્યો છે.

તરત જ નવું કાર્ય શોધવાની સંભવિતતાઓ ઘણા લોકો માટે ઝાંખી થઇ જશે, ત્યારે કેટલાક દેશોએ નોકરી કરવા ઇચ્છનારા લોકોને ઝડપથી ઓછા ઉદાર તથા અલ્પતમ આવકના લાભ તરફ જતા અટકાવવા માટે બેરોજગારીની સ્થિતિમાં મળનારા લાભની સમય મર્યાદા વધારવી જોઇએ.

ABOUT THE AUTHOR

...view details