JNU કુલપતિએ પોલીસની હાજરીમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી - કુલપતિ પ્રોફેસર એમ. જગદીશ કુમાર
નવી દિલ્હી: જ્વાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU)માં રવિવારના રોજ થયેલી હિંસા બાદ આખરે કુલપતિ પ્રોફેસર એમ. જગદીશ કુમારે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. આ સમય દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને કેમ્પસની સ્થિતિ, નોંધણી સહિતના તમામ પાસાઓ પર વાતચીત કરી હતી, પરંતુ નોંધનીય બાબત છે કે, આ સમય દરમિયાન JNU વિદ્યાર્થી સંઘના અધિકારીઓ હાજર ન હતા.
પોલીસની હાજરીમાં JNU કુલપતિ વિદ્યાર્થીઓને મળ્યા
ઉલ્લેખનીય છે કે, હાલ JNUમાં ચાલી રહેલ હોબાળાને તેમજ હિંસાને લઈને આખરે કુલપતિ પ્રોફેસર એમ. જગદીશ કુમારે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ મુલાકાત બદલ મળેવી વિગતો મુજબ, વિદ્યાર્થીઓએ કુલપતિને સુરક્ષાને ધ્યાને રાખતા હોસ્ટેલની બહાર CCTV લગાવવાની વાત કહી હતી. આ સિવાય તેઓએ હિંસા બાદ હોસ્ટેલ છોડીને ચાલ્યા ગયેલા વિદ્યાર્થીઓને પરત લાવવાની વાત કહી હતી. આ મુલાકાત લગભગ એક કલાક સુધી ચાલી હતી.