ગુજરાત

gujarat

ETV Bharat / bharat

JNUએ બનાવી આરટી-પીસીઆર કીટ, 50 મિનિટમાં આવશે કોરોનાનો રિપોર્ટ - વૈક્ષાનિકોએ આરટી-પીસીઆર કિટ બનાવી

દેશની સૌથી ચર્ચિત અને પ્રસિદ્ધ યુનિવર્સિટી JNUના વૈક્ષાનિકોએ આરટી-પીસીઆર કિટ બનાવી છે. આ કિટની ખાસીયત એ છે કે તે માત્ર 50 મિનિટમાં જ કોરોનાની રિપોર્ટ આપી દે છે. JNUના કુલપતિ પ્રો.એમ જગદીશ કુમારે આ બાબતે માહિતી આપી હતી.

JNUએ બનાવી આરટી-પીસીઆર કીટ, 50 મિનિટમાં આવશે કોરોના રિપોર્ટ
JNUએ બનાવી આરટી-પીસીઆર કીટ, 50 મિનિટમાં આવશે કોરોના રિપોર્ટ

By

Published : May 12, 2020, 1:20 PM IST

નવી દિલ્હી : વિશ્વ સહિત દેશ હાલમાં કોરોના સામે લડી રહ્યો છે. આ વાઇરસની વેક્સિન હાલમાં કોઇ દેશ શોધી શક્યું નથી. તેવામાં ટેસ્ટીંગની એક રીત હોય છે જેનાથી સંક્રમણને ફેલાતો રોકી શકાય. જેને ધ્યાને લેતા JNUના વૈક્ષાનિકોએ આરટી-પીસીઆર કિટ બનાવી છે. આ કિટની ખાસીયત એ છે કે તે માત્ર 50 મિનિટમાં કોરોનાની રિપોર્ટ આપી દે છે. સાથે આ કિટ પોર્ટેબલ છે જેથી ગમે ત્યારે ગમે ત્યાં લઇ જઇ શકાશે.

યુનિવર્સિટીના અધ્યક્ષ પ્રો.ભટ્ટાચાર્યએ જણાવ્યું કે કોરોના સંક્રમણને રોકવા એક જ ઉપાય છે અને તે છે ટેસ્ટિંગ કિટ, તમામ લોકોનું ટેસ્ટ કરવુ તો મુશ્કેલ છે. જેનું એક કારણ એ પણ છે કે, ટેસ્ટિંગ પણ મોંધુ છે અને કિટ પણ સીમિત છે. આ ઉપરાંત કરેલી ટેસ્ટનું પરિણામ પણ મોડુ આવે છે. જે સમગ્ર સમસ્યાઓને ધ્યાને લેતા આ કિટ બનાવવામાં આવી છે.

આ તકે વધુમાં જણાવતા કહ્યું કે એક કિટ ટિફિનની જેમ છે જેને ગમે ત્યાં લઇ જઇ શકાય છે. જેના પગલે તુરંત જ તપાસ થઇ શકે છે.

મહત્વનું એ છે કે હાલમાં આ કિટ લેબોરેટરી સુધી જ છે. કેટલીક જરૂરી પ્રક્રિયાઓ બાદ તેને પ્રોટોટાઇપમાં બદલાવવામાં આવશે અને તેમા સમય લાગશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details