ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દીપિકા JNUના સમર્થનમાં, સોશિયલ મીડિયામાં #BoycottChhapaak ટ્રેન્ડ પર - બહિષ્કાર

નવી દિલ્હી: દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં હિંસા મામલે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ JNU પહોંચી હતી. અહીં વિદ્યાર્થીઓ જ્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતા, ત્યારે દીપિકા પાદુકોણ તેમને સપોર્ટ કરવા સાથે ઉભી રહી હતી. જો કે, દીપિકાએ ત્યાં કોઈ પણ પ્રકારનું સંબોધન કર્યું નહોંતું. લગભગ 10 મિનિટ બાદ દીપિકા ત્યાંથી નીકળી ગઈ હતી.

Deepika Padukone
દીપિકા પાદુકોણ

By

Published : Jan 7, 2020, 11:18 PM IST

Updated : Jan 8, 2020, 9:42 AM IST

JNUમાં JNU શિક્ષક સંઘ અને પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રવિવારે થયેલી ઘટનાના વિરોધમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ વિદ્યાર્થીઓના સમર્થન માટે પહોંચી હતી.

દીપિકા પાદુકોણ JNU પહોંચી

ઉલ્લેખનીય છે કે, આ સમય દરમિયાન JNU વિદ્યાર્થી સંગઠનના પૂર્વ પ્રમુખ કન્હૈયા કુમારે આઝાદીના નારા લગાવ્યા હતા. એ સમયે દીપિકા પાદુકોણે JNU વિદ્યાર્થી સંઘની પ્રમુખ આયેશા ઘોષની તબિયત અંગે પુછપરછ કરી હતી અને ત્યાંથી રવાના થઈ ગઈ.

દીપિકા પાદુકોણ JNU પહોંચી
  • દીપિકાએ મૌન રહીને કર્યું સમર્થન

આપને જણાવી દઈએ કે, ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ લગભગ દસ મિનિટ સુધી વિદ્યાર્થીઓ સાથે રહી પરંતુ તે દરમિયાન તેણે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું ન હતું. તેઓ કંઈ બોલ્યા વગર જ ત્યાંથી ચાલ્યા ગયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા આ બેઠક સાબરમતી છાત્રાલયના ટી પોઈન્ટ ખાતે યોજવામાં આવી હતી.

દીપિકા પાદુકોણ JNU પહોંચી
  • #BoycottChhapaak ટ્રેન્ડ પર

મંગળવાર રાત્રે દીપિકા JNU પહોંચી હતી. જે કારણે સોશિયલ મીડિયા પર તેમની આ ફિલ્મનો બહિસ્કાર કરવાના મેસેજ ફરતા થયા હતા. ઘણા લોકો સોશિયલ મીડિયા પર #BoycottChhapaak લખી આ ફિલ્મનો બહિસ્કાર કરી રહ્યા છે.

દીપિકા પાદુકોણ JNU પહોંચી
  • ભાજપ નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ દીપિકાની ફિલ્મને બહિષ્કાર કરવાની કરી અપીલ

બગ્ગાએ દીપિકાની JNU મુલાકાતનો વિરોધ કર્યો હતો. તેમણે #TukdeTukdeGang ટેગ સાથે ટ્વીટર પર લખ્યું કે, દીપિકાએ અફઝલ અને ટુકડે ટુકડે ગેન્ગનું સમર્થન કર્યું છે. જો તમે દીપિકાનો વિરોધ કરો છો, તો રિટ્વીટ કરો.

દીપિકા પાદુકોણ JNU પહોંચી

આ સિવાય ભાજપના નેતા ઇન્દુ તિવારીએ પણ દીપિકાની ટીકા કરી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું છે કે દીપિકાને તેની ક્ષમતા પર ભરોસો નથી.

Last Updated : Jan 8, 2020, 9:42 AM IST

ABOUT THE AUTHOR

...view details