- નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા શ્રીનગરમાં રેડ
- અલગ અલગ વિસ્તારોમાં થઇ કાર્યવાહી
- રેડ પાડવાનું કારણ સ્પષ્ટ નહી
શ્રીનગર (જમ્મુ કાશ્મીર): નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા બુધવારે જમ્મુ કાશ્મીરના શ્રીનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં રેડ પાડવામાં આવી હતી.
જમ્મુ કાશ્મીર: NIA દ્વારા શ્રીનગરમાં રેડ કરવામાં આવી એક અધિકારીના જણાવ્યા મુજબ NIA દ્વારા પ્રતાપ પાર્ક ખાતે આવેલી ગ્રેટર કાશ્મીર ઓફિસ, સોનાવર ખાતે માનવાધિકાર કાર્યકર ખુર્રમ પરવેઝનું ઘર, નહેરુ પાર્ક નજીક મોહમ્મદ અમીન ડાંગોલાની હાઉસબોટ અને નવા કડાલ ખાતે NGO અત્રોથની ઑફિસની તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી શા માટે કરવામાં આવી તે હજુ અસ્પષ્ટ છે.