શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ગૃહ વિભાગે કહ્યું કે, ઇન્ટેલિજન્સ વિભાગની સૂચના મળી છે કે, સોશિયલ મીડિયાના માધ્યમથી આતંકવાદીઓ પ્રદેશની શાંતિમાં ભંગ કરી શકે છે. જેથી પ્રદેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટેલીકોમ સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં સરકારે અસ્થાયી રૂપે ટેલિકોમ સેવાઓ સ્થગિત કરી - જમ્મુ-કાશ્મીરના તાજા સમાચાર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી સરકારે અસ્થાયી રૂપે ટેલીકોમ સેવાઓ સ્થગિત કરી છે. જેને 16 થી 24 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરવામાં આવશે. આ ઉપરાંત જરૂરી લાગશે તો સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાં સરકારે અસ્થાયી રૂપે ટેલિકોમ સેવાઓ સ્થગિત કરી
ગૃહ વિભાગે કહ્યું કે, આ સેવા 16 થી 24 ફેબ્રુઆપી સુધી સ્થગિત કરવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી લાગશે તો સમય વધારવામાં આવશે.
આદેશ મુજબ, પ્રદેશના થોડા વિસ્તારોમાં પોસ્ટપેડ સેવા શરૂ રહેશે. જો કે, ઈન્ટરનેટ સ્પીડ 2G રહેશે.