મુંબઈ: મહાનગરની સરકારી જે.જે હોસ્પિટલે એક દર્દીનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ હોસ્પિટલ પ્રશાસને ડાયાલિસિસ વિભાગની કામગીરી સ્થગિત કરી છે.
જે.જે. હોસ્પિટલે કોવિડ-19 દર્દીને કારણે ડાયાલિસિસ વિભાગ કર્યો બંધ - કોરોના વાઈરસનો રિપોર્ટ
મુંબઇમાં એક દર્દીને કોરોના વાઈરસનો રિપોર્ટ પઝિટિવ આવ્યા બાદ શહેરની જેજે હોસ્પિટલે તેના ડાયાલિસિસ વિભાગની કામગીરી સ્થગિત કરી દીધી છે. વિભાગના 25 જેટલા કર્મચારીઓને સાવચેતીના પગલા રૂપે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
કોવિડ-19
સોમવારે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વિભાગના 25 કર્મચારીઓને સાવચેતીના પગલા રૂપે ક્વોરેન્ટાઈન હેઠળ મૂકવામાં આવ્યા છે. રાજ્યને જે.જે હોસ્પિટલમાં ફરીથી શરૂ કરવામાં થોડો સમય લાગશે. એક જ વ્યક્તિ ફક્ત ઈમરજન્સી કેસો માટે જ હાજર રહેશે છે.
રાજ્ય સરકાર દ્વારા જે.જે હોસ્પિટલ ઉપરાંત જીટી હોસ્પિટલ અને સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ પણ ચલાવવામાં આવી રહી છે, પરંતુ તેમની પાસે ડાયાલીસીસ માટેની સુવિધા નથી.